ETV Bharat / state

ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનશન વિરાટ કોહલી સુધી પહોંચ્યો અને ટીમ ઈન્ડિયાનું કોન્સન્ટ્રેશન તૂટ્યું, ગાંધીનગર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં - Ahmedabad Crime Branch

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચ દરમિયાન ભારતની હાર કે ઓસ્ટ્રેલિયાની જીતની ચર્ચા છે, એટલી જ ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોન્સનની મેદાન પર દોડી જઇ વિરાટ કોહલીને મળવાની ચર્ચા માધ્યમોમાં છે. આજે તેને ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેને એક દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનશન વિરાટ કોહલી સુધી પહોંચ્યો અને ટીમ ઈન્ડિયાનું કોન્સન્ટ્રેશન તૂટ્યું, ગાંધીનગર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 8:15 PM IST

આરોપીના વકીલ

ગાંધીનગર : 19 નવેમ્બર રવિવારના રોજ આખા ભારત દેશ અને વિશ્વની નજર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર હતી અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચ રમાઈ રહી હતી ત્યારે મેચ શરૂ થયાના ગણતરીના કલાકની અંદર જ એટલે કે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઓસ્ટ્રેલિયાનો એક નાગરિક તમામ સુરક્ષાનો કિલ્લો તોડીને સ્ટેડિયમની અંદર વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. ત્યારે સુરક્ષાકર્મીઓએ તેને ગ્રાઉન્ડ બહાર કર્યો અને મોડી રાતે ઓસ્ટ્રેલિયાના નાગરિક વેન જોનસન પર કાયદેસરની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

અલગ અલગ મુદ્દે રિમાન્ડ માગી : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ચાલુ હતી તે દરમિયાન જ ગેરકાયદેસર પ્રવેશ કરવો અને સુરક્ષા કર્મચારીઓને ધક્કો મારીને પ્રવેશ કરવા બદલ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા યુવકની હરકત અંગે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગર કોર્ટમાં આરોપીને રજૂ કરીને દસ દિવસના રિમાન્ડની માંગ કરવામાં કરવામાં આવી હતી પરંતુ ગાંધીનગર કોર્ટ દ્વારા ફક્ત 21 નવેમ્બર 2023ના સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા પોલીસને પૃચ્છા કરવામાં આવી હતી કે આરોપી અંગે તેના માતાપિતા કે સગાસંબંધીને જાણ કરવામાં આવી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી પરિવાર સાથે રહેતો નથી અને 8 વર્ષથી એકલો રહે છે.

ઓસ્ટ્રેલિયન નાગરિકે ટીમ ઇન્ડિયાનું કોન્સન્ટ્રેશન તોડ્યું : ગાંધીનગર કોર્ટમાં સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે સરકારી વકીલ આર એસ રાઠોડ દ્વારા આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે આરોપી જે ટીશર્ટ પર પેલેસ્ટાઇનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે શા કારણે કરવામાં આવ્યો, આરોપી પેલેસ્ટાઈન અથવા તો હમાસ સાથે જોડાયેલો છે કે નહીં ? સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો તે બદલ કોઈ ફન્ડિંગ થયું છે કે નહીં ? આરોપી કોઈ સંગઠન સાથે જોડાયેલ છે કે નહીં, આરોપી 11 તારીખે અમદાવાદ આવ્યો હતો ત્યારે તે કોને મળવા મળ્યો હતો? ક્યાં રોકાયો છે તે બાબતની પણ તપાસ માટે 10 દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી.

અમદાવાદ પોલીસ ભાષા જ સમજતી નથી તો જોડે રાખીને શુ કરશે ? : ઓસ્ટ્રેલિયાના નાગરિક વેન જોન્સનને કોર્ટની અંદર બોલાવવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા તેનું નામ પૂછવામાં આવ્યું હતું. સાથે જ તેને કોઈ વકીલ છે કે નહીં તે બાબતનો પણ પ્રશ્ન કર્યો હતો. પરંતુ વકીલ ન હોવાનું સ્વીકાર્યું હતું ત્યારે ગાંધીનગરના કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વકીલની સેવા પૂરી પાડવામાં આવી હતી. વેન જોનસન તરફી વી.એસ. વાઘેલાએ દલીલ કરી હતી કે તપાસ એજન્સી દ્વારા 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. ત્યારે પોલીસે જ ઓસ્ટ્રેલિયન નાગરિકની ભાષા સમજી શકતી નથી તો સાથે રાખીને શું કરશે ? જ્યારે પોલીસે જે વ્યક્તિને પકડી છેએ વિરાટ કોહલીનો ચાહક હતો. અને આખા દેશની નજર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર હતી ત્યારે પોલીસની નજર ક્યાં હતી ? તમામ લોકોએ ટીવી પર જોયું કે ચાહક અંદર આવી ગયો છે તો આ 10 દિવસના રિમાન્ડ લેવા માટેના કોઈ વાજબી કારણ દેખાતા નથી, જ્યારે ટીશર્ટ ઉપર જે લખેલું છે તેના પરથી સમર્થક હોવું તે સ્પષ્ટ થતું નથી.

સ્ટેડિયમની અંદર ટીમ ઇન્ડિયાનું ટી શર્ટ પહેરીને પ્રવેશ કર્યો : ગાંધીનગર કોર્ટમાં અમદાવાદના અધિકારી એસ.જે. જાડેજાએ પણ દલીલ કરી હતી કે આરોપી જ્યારે સ્ટેડિયમની અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે તેણે બ્લુ કલરની ટીશર્ટ પહેરી હતી અને જ્યારે ક્રિકેટ પીચ બાજુ તેણે પ્રવેશ મેળવ્યો ત્યારે બ્લુ કલરની ટીશર્ટ કાઢીને પ્રવેશ કર્યો હતો અને જે ટીશર્ટ પહેરી હતી તેમાં પેલેસ્ટાઇનને સપોર્ટ કરતા હોવાનું લખાણ પણ હતું. જ્યારે અગાઉ પણ આરોપી ઓસ્ટ્રેલિયામાં આવું કૃત્ય કરી ચૂક્યો છે અને તેને 500 ડોલરનો દંડ પણ ફટકારાયો હતો.

ફરી કોર્ટમાં રજૂ કરાશે વેન જોનશન : ગાંધીનગર નામદાર કોર્ટ દ્વારા વેન જોનશનના 24 કલાકના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે ત્યારે હવે ફરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 21 નવેમ્બરના રોજ સાંજે 5 કલાક બાદ ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ ફરિયાદની વાત કરવામાં આવે તો વેન જોન્સને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રેન્જ 8 ના એરિયા નંબર 11 ના પોઇન્ટ નંબર R 88 માં B-2 બ્લોક લોવર બેઠક વ્યવસ્થા સાડા ત્રણ વાગ્યેની આસપાસ ઓસ્ટ્રેલિયાનો નાગરિક બેઠક વ્યવસ્થાની આગળ ઊભી કરવામાં આવેલ જાળી કૂદી જવાનો પ્રયત્ન કરતા સ્ટાફના કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આરોપીએ સુરક્ષા કર્મચારીઓને ધક્કો મારીને જાળી કૂદી ક્રિકેટ મેચમાં ભારતની બેટિંગ ચાલુ હતી તે દરમિયાન જ ગ્રાઉન્ડ તરફ દોડી ગયો હતો અને બેટિંગ પીચ પર પહોંચ્યો હતો. આમ પોલીસ ફરિયાદમાં નોંધાયેલ મુજબ ઓસ્ટ્રેલિયાનો 24 વર્ષનો નાગરિક વેન જોન્સન કે જે સુરક્ષા કર્મચારીઓનો ધેરો તોડી અને સુરક્ષા કર્મચારીઓને ધક્કો મારીને ગેરકાયદેસર રીતેે વિરાટ કોહલી સુધી પહોંચ્યો હતો.

  1. વર્લ્ડ કપ ફાઇનલમાં મેદાન પર વિરાટને ભેટવા દોડેલો ઓસ્ટ્રેલિયન યુવક ગાંધીનગર કોર્ટમાં રજૂ થશે, ક્રાઇમ બ્રાંચની તપાસ શરુ
  2. ટીમ ઈન્ડિયાની હાર બાદ વડાપ્રધાન મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, રવિન્દ્ર જાડેજાએ ફોટો શેર કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.