ગાંધીનગર દિવાળીના તહેવારોમાં રૂપિયાની તમામ લોકોને જરૂર હોય છે ત્યારે દિવાળીની શરૂઆત થતા જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ચોરોએ એટીએમ ( ATM Theft in Gandhinagar ) જ ઉપાડી લીધું. ગાંધીનગરના સેક્ટર 24માં એક ખાનગી એટીએમમાં વહેલી સવારે ગેસ કટરથી ઉખાડીને આખું એટીએમ ( ATM theft ) જ ઉપાડી ગયા હોવાની ઘટના સામે આવી છે.
ગેસ કટરથી એટીએમ તોડ્યું સેક્ટર 24માં બનેલ ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો વહેલી સવારે 3થી 4 કલાકની આસપાસ એક ગાડીમાં ચોર ટોળકી આવી હતી અને ખાનગી બેંકના એટીએમ ( ATM theft ) માં પ્રવેશ કરીને ગેસ કટરના ઉપયોગથી આખું એટીએમ તોડ્યું ( ATM Theft in Gandhinagar ) હતું અને તેમાં રહેલ તમામ રોકડ ચોરી કરીને તેઓ નાસી છૂટ્યા હતાં.
પોલીસ દોડતી થઇ જ્યારે આ સમગ્ર ઘટના ( ATM Theft in Gandhinagar ) ની માહિતી પોલીસને મળતા ગાંધીનગર પોલીસે પણ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. મહત્વની વાત કરવામાં આવે તો સીસીટીવી સર્વેલન્સ ( Police Investigation find CCTV Clue )અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગાંધીનગર પોલીસ ( Gandhinagar Police ) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.