ગાંધીનગરઃ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાં વર્ષ 2001માં થયેલા દુષ્કર્મ મામલે પીડિતાએ સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ આસારામ, તેની પત્ની, પુત્રી, આશ્રમ સંચાલિકા સહિત 8 લોકો પર દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જે બાબતે વર્ષ 2013થી ગાંધીનગર કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો. ત્યારે કોર્ટે આજે કુખ્યાત લંપટ આસારામને દોષી જાહેર કર્યો છે. જ્યારે આ કેસમાં 7 આરોપીઓમાંથી 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તો હવે ગાંધીનગર કોર્ટ આવતીકાલે સવારે 11 વાગ્યે સજાનું એલાન કરશે.
આ પણ વાંચો આસારામ કેસના સાક્ષીની હત્યાનો આરોપી હરિદ્વારથી પકડાયો, કેવી રીતે છુપાયો વર્ષો સુધી જાણો
શું હતી ઘટનાઃ મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સાબરમતી કિનારે આવેલા આસારામ આશ્રમ ખાતે એક યુવતી સાથે કુખ્યાત આસારામે દુષ્કર્મ કર્યું હોવાનો પીડિતાએ આક્ષેપ કર્યો હતો. આ મામલે પીડિતાએ સુરત પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ આ ફરિયાદ ચાંદખેડા પોલોસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તે અંતર્ગત છેલ્લા 13 વર્ષથી ગાંધીનગરની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. તેની આજે (સોમવારે) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે કોર્ટ આજ સાંજ સુધીમાં ચૂકાદો આપે તેવી શક્યતા છે.
આ પણ વાંચો અમદાવાદ આસારામ આશ્રમ માંથી ગુમ થયેલ યુવકનો વિડીયો થયો વાયરલ...
55 સાક્ષીઓની તપાસ કરીઃ આસારામના વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 13 વર્ષ સુધી ચાલેલા કેસનો આજે ગાંધીનગર કોર્ટ ચૂકાદો આપે તેવી શક્યતા છે. ત્યારે હવે આ મામલે 9 વર્ષ પછી ચૂકાદો આવે તેવી શક્યતા છે. તો સરકાર વતી 55 જેટલા સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે, તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ પણ જોવા મળ્યો છે. જ્યારે આ સમગ્ર કેસમાં કુલ 8 આરોપી હતા. તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યા છે અને સાત આરોપી સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.
મોડી સાંજે આવી શકે છે ચૂકાદોઃ ગાંધીનગર કોર્ટમાં બપોરે ત્રણ કલાકે ચૂકાદો આવવાનો હતો, પરંતુ આસારામની પુત્રી વડોદરા હોવાના કારણે ચૂકાદામાં મોડું થયું છે અને તે 2:30 વાગ્યાની આસપાસ વડોદરાથી અમદાવાદ આવવા નીકળી હતી. ત્યારે તેઓ જ્યારે ગાંધીનગર કોર્ટમાં આવશે ત્યારબાદ ગાંધીનગર કોર્ટ મોડી સાંજે સત્તાવાર રીતે ચૂકાદો આપી શકે છે.