ETV Bharat / state

Harsh Sanghvi : પોલીસ સ્ટેશનના ક્લસ્ટર બનાવી ફોરેન્સિક એક્સપર્ટ નીમાશે

author img

By

Published : Feb 4, 2023, 7:19 PM IST

ગુજરાત સરકાર દ્વારા પોલીસ સ્ટેશનના ક્લસ્ટર (Cluster of Police Stations ) બનાવી ફોરેન્સિક એક્સપર્ટ નીમાશે (Appointment of Forensic Expert ). આવનારા દિવસોમાં ગુજરાત પોલીસના મોટા કેસોમાં પ્રથમ મિનીટથી જ ફોરેન્સિક એક્સપર્ટને સાથે રાખી કામ કરવામાં આવશે. આવી પહેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. હર્ષ સંઘવીએ (Harsh Sanghvi Statement )ગાંધીનગરમાં આ જણાવ્યું હતું.

Harsh Sanghvi : પોલીસ સ્ટેશનના ક્લસ્ટર બનાવી ફોરેન્સિક એક્સપર્ટ નીમાશે
Harsh Sanghvi : પોલીસ સ્ટેશનના ક્લસ્ટર બનાવી ફોરેન્સિક એક્સપર્ટ નીમાશે
આવી પહેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે

ગાંધીનગર : દિલ્હી અને સુરતમાં યુવતી પર થયેલ ઘટના બાદ ગુજરાતમાં પણ અનેક એવી ઘટનાઓને અંજામ મળ્યો છે. પરંતુ હજી સુધી પોલીસ પુરાવાના અભાવે અથવા તો અપૂરતી તપાસના કારણે મુખ્ય આરોપી સુધી પહોંચી શકતા નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ સ્ટેશનના ક્લસ્ટર બનાવી આવનારા દિવસોમાં ગુજરાત પોલીસ તમામ કેસોમાં કે જે કે અત્યંત સંવેદનશીલ હોય તેવા મોટા કેસોમાં ફોરેન્સિક એક્સપર્ટને સાથે રાખીને જ પ્રથમ મિનિટથી જ તપાસ કરશે અને આ એની કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ શું કરી જાહેરાત : રાજ્યકક્ષાના જોઈએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમમાં એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા હવે આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશન દીઠ કસ્ટર તૈયાર કરવામાં આવશે અને આ ક્લસ્ટરમાં 1 ફોરેન્સિક એક્સપર્ટની નિમણૂક પણ કરવામાં આવશે. જેથી કોઈપણ મોટી ઘટના ચોરી, લૂંટફાટ, મર્ડર બળાત્કાર અને સામૂહિક બલાત્કારના કિસ્સાઓમાં પોલીસથી સાથે જ જે તે એક્સપર્ટ ટીમ એક જ સમયે ઘટના સ્થળ ઉપર પહોંચીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરશે અને આ સંપૂર્ણ તપાસ ફોરેન્સિક ઢબે કરવામાં આવશે. આ રીતની તાપસથી ગુજરાતમાં કન્વીકશન રેટમાં પણ વધારો થશે.

આ પણ વાંચો વડાપ્રધાન મોદીને NFSU ચાન્સેલરે સ્વદેશી લશ્કરી સામાન અને સાધનોની આપી માહિતી

કોની થઈ શકે છે નિમણુંક : રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ અને ફોરેન્સિક સાયન્સથી ટ્રેન્ડ થયેલા લોકોનો ઉપયોગ કરવામાં ગુજરાત રાજ્ય આવનારા દિવસોમાં પ્રથમ રહેશે. સમગ્ર દેશમાં ગુજરાત એક ઇનીસીએટિવ પગલું ભરવા જઈ રહ્યું છે જેમાં અમે એક નવો પ્રયાસ કરી રહ્યા છે જે અંતર્ગત પોલીસ સ્ટેશનના એક ક્લસ્ટર તૈયાર કરવામાં આવશે અને તે તમામ ક્લસ્ટર ફોરેન્સિક સાયન્સના એક્સપર્ટને મૂકવામાં આવશે. જે ફોરેન્સિક સાયન્સ સારું જાણતા અને સંપૂર્ણ ટ્રેઇન હોય તેવા એકસપર્ટ ની રાજ્ય સરકાર નિમણુંક કરીને જે તે ક્લસ્ટર ની જવાબદારી સોંપશે. અને જ્યારે કોઈ ક્રાઈમની ઘટના બને ત્યારે પોલીસ પહોંચે તેની સાથે સાથે જ ફોરેન્સિક એક્સપર્ટ પણ તેમની સાથે જ હાજર રહેશે અને પ્રથમ મિનિટથી જ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસમાં જોડાશે. જેથી આવનારા દિવસોમાં કન્વેન્શન રેટ માં વધારો થશે અને ગુજરાત આ દિશામાં આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો Autonomy of FSL : ફોજદારી ન્યાય પ્રણાલીની મજબૂતી માટે એફએસએલની સ્વાયત્તતા જરૂરી ગણાવતાં ન્યાયાધીશ

દિલ્હી ખેડૂત આંદોલનની હિંસામાં પણ NFSU એ કરી હતી તપાસ : લોકસભામાં રજૂ થયેલ ખેડૂત બિલ બાબતે પણ ખેડૂતો દિલ્હી પંજાબ બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ દિલ્હી ખેડૂત આંદોલનમાં હિસા થઈ હતી અને પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષની ઘટના પણ બની હતી. ત્યારે દિલ્હી દિલ્હી પોલીસ દ્વારા ખેડૂત આંદોલન કાર્યો પર કાયદેસરનો કેસ દાખલ કરીને તપાસ કરી હતી. ત્યારે આ તપાસમાં દિલ્હી પોલીસે ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી મદદ લીધી હતી. જે અંતર્ગત છ એક્સપર્ટ ટીમે દિલ્હી પહોંચીને 1700 થી વધુ જેટલા સીસીટીવીની તપાસ કરી હતી અને હિંસા ફેલાવનારાઓની ઓળખમાં મદદ પણ કરી હતી. જ્યારે હમણાં થોડા દિવસ પહેલા દિલ્હીમાં યુવતીની હત્યા બાબતે પણ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ટીમે પણ પોલીસને મદદ કરી હોવાનું પણ સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.