ETV Bharat / state

રાજ્યમાં વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ અન્વયે રાહતદરે અનાજ અપાશે: CM - gujarat news

રાજ્યમાં કોઈને પણ વ્યક્તિ ભૂખ્યા સૂવે નહી અને કોરોના સંક્રમણની સ્થિતિમાં સૌને અનાજ મળી રહે તેવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે રાજ્યના વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ-NFSA અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો નિર્ણય કર્યો છે.

Food Security
Food Security
author img

By

Published : Oct 4, 2020, 8:24 PM IST

ગાંધીનગરઃ રાજ્યના વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ-NFSA અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈને પણ ભૂખ્યા સૂવું ન પડે અને કોરોના સંક્રમણ, લોકડાઉન અને અનલૉકની સ્થિતિમાં સૌને અનાજ મળી રહે તેવા ઉદાત્ત ભાવથી મુખ્યપ્રધાને આ વધુ 10 લાખ પરિવારોને NFSAનો લાભ આપવાની સંવેદના દર્શાવી છે.

ગરીબ કલ્યાણલક્ષી નિર્ણયના પરિણામે વધુ 50 લાખ જેટલા લોકો દર મહિને રાહત દરે અનાજ મેળવી શકશે. એટલું જ નહિ આ 50 લાખ લોકોને NFSAના તમામ મળવાપાત્ર લાભો પણ મળતા થશે. પ્રતિમાસ બે રૂપિયે કિલો ઘઉં તેમજ ત્રણ રૂપિયે કિલો ચોખા મળી વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો - પંડિત દિન દયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી વિતરણ કરવા માટેના દિશા નિર્દેશો આપ્યા છે.

રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિએ કુલ જનસંખ્યાના 50 ટકા એટલે કે સવા ત્રણ કરોડથી વધુ લોકોને NFSA અન્વયે દર મહિને રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવે છે. હવે વધુ 10 લાખ પરિવારોના 50 લાખ જેટલા લોકોને હવે આ NFSAનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. નગરો-શહેરો અને ગામોમાં વસતા રિક્ષા-છકડો-મીની ટેમ્પો જેવા થ્રિ-વ્હિલર વાહનો ચલાવનારા એવા રોજનું કમાઇને રોજ ખાનારા અને પરિવારનું ગુજરાન ચલાવનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજનો લાભ આપવામાં આવશે.

રાજ્યના તમામ દિવ્યાંગ લાભાર્થીઓને NFSA અન્વયે આવરી લેવાનો નિર્ણય કરતા એવું પણ નક્કી કર્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની દિવ્યાંગ પેન્શન સાધન-સહાય એસટી બસ પાસ જેવી વિવિધ યોજનાનો લાભ મેળવતા નોંધાયેલા દિવ્યાંગ લાભાર્થીમાંથી કોઈ બાકી રહી ગયા હોય તેમને પણ NFSAમાં સમાવી લેવાશે. રાજ્યના સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓને વ્યક્તિગત NFSA કાર્ડ આપી લાભ અપાશે.

નિરાધાર ગંગાસ્વરૂપા માતા-બહેનો જે મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા અપાતું ગંગા સ્વરૂપા વિધવા સહાય પેન્શન મેળવે છે તેવી માતાઓ-બહેનોને તેમજ સરકાર માન્ય સંસ્થાઓમાં વસતી ગંગાસ્વરૂપા બહેનોને NFSAનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે અને તેમને પણ સરળતાએ અનાજ મળી રહે તેવી સંવેદના દર્શાવી છે.

વૃદ્ધ પેન્શન યોજના અન્વયે કેન્દ્ર-રાજ્ય સરકારની આ યોજનામાં પેન્શન મેળવતા વરિષ્ઠ વડીલોની વય વંદના કરતા તેમને પણ રાહત દરે અનાજ મળી રહે તેવો નિર્ણય પણ કર્યો છે. વરિષ્ઠ વૃદ્ધોને વધુ પ્રમાણમાં લાભ મળે તે ભાવ સાથે NFSA અન્વયે અનાજ મેળવવાની વય મર્યાદા પણ વૃદ્ધ વડિલો માટે 65ને બદલે 60 વર્ષ કરવાનો અભિગમ અપનાવ્યો છે. આ યોજનાનો લાભ રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ-વૃદ્ધાશ્રમોમાં વસતા વરિષ્ઠ વડીલો-વૃદ્ધોને પણ આપવાની વડીલ વંદના દર્શાવી છે. રાજ્યના NFSAમાં સમાવિષ્ટ ન થયેલા હોય તેવા જરૂરતમંદ BPL પરિવારોને પણ ફૂડ સિક્યુરિટી એક્ટનો લાભ આપવા સૂચનાઓ આપી છે. ગુજરાત બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો કન્સ્ટ્રક્શન વર્કરોને પણ NFSA યોજનામાં આવરી લેવાનો નિર્ણય તેમણે કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.