- ઇન્ટર્ન ડોકટરોની હડતાલ રંગ લાવી
- સરકારના કડક વલણ બાદ પણ રાખી હતી હડતાલ ચાલુ
- 3 દિવસ બાદ સરકારે ઇન્ટર્ન ડોકટરોની માંગ સ્વીકારી
ગાંધીનગર : ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા છેલ્લાં સાત દિવસથી હડતાલ કરીને સરકારનો વિરોધ કરી રહ્યા હતા. તેમજ સરકાર પાસે ટાઈપિંગ વધારાની માંગ કરી રહ્યા હતા. પરંતુ ગુરુવારે સરકાર સાથે બેઠક બાદ હડતાલને મોકૂફ રાખી હતી. ત્યારબાદ શનિવારના રોજ ફરીથી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલ સાથે બેઠક કર્યા બાદ રાજ્ય સરકારે ઇન્ટર્ન ડોક્ટરના માનદ વેતનમાં 5,000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના 2200 જેટલા ઇન્ટર્ન ડોકટરોને થશે ફાયદો
મહત્વની જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં કુલ 200 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો અત્યારે સિવિલ હોસ્પિટલ અથવા તો સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. જેમાંથી કેટલાંય ડોક્ટરને કોવિડ પણ સોંપવામાં આવી છે. રાજ્ય સરકારે ઇન્ટર્ન ડોક્ટરોની માંગ સાત દિવસ બાદ સ્વીકારી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં કુલ 2200 જેટલા ડોક્ટરોને આર્થિક રીતે ફાયદો થશે. જેમાં પહેલા 12,900 સ્ટાઈપેન્ડ મળતું હતું, જે હવે 18,000 સ્ટાઈપેન્ડ મળશે.
નીતિન પટેલે પહેલાં કહ્યું હતું કે, હડતાલ ગેરવ્યાજબી, હવે માનદ વેતનમાં 5000 નો વધારો કરાયો
સોમવારથી રાજ્યના ઇન્ટર્ન ડોકટર ટાઈપિંગમાં વધારાની ચૂકવણી બાબતે હડતાલ પર હતા. ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, જે ઇન્ટર્ન ડોકટર હડતાલ પર છે. તેઓ હડતાલ બંધ કરે કારણ કે, હડતાલ ગેરવ્યાજબી છે. આ સાથે જ તેઓને ડીગ્રી લેવામાં તકલીફ પડશે અને રાજ્યના તમામ જિલ્લાઓના મેડિકલ કોલેજના ડીનને પણ સુચના આપવામાં આવી હતી કે, જે વિદ્યાર્થીઓ હડતાળ પરથી પરત ન આવે તે લોકોની ગેરહાજરી ભરવામાં આવે. આમ અનેક ધમકી અને ચીમકીઓ બાદ પણ હડતાલ ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ શનિવારના રોજ બીજી બેઠકના અંતે રાજ્ય સરકારે ઇન્ટર્ન ડોક્ટરના માનદવેતનમાં પાંચ હજાર સુધીનો વધારો કર્યો છે.
1 એપ્રિલ 2020 થી લાગુ થશે વધારો
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, ડોક્ટરના વેતનમાં 5,000 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે 1 એપ્રિલ 2020 થી લાગુ કરવામાં આવશે. આમ છેલ્લા 10 મહિનાના વધારાની ચુકવણી કરવામાં આવશે. જ્યારે ઇન્ટર્ન ડોક્ટરના આગેવાન વિશાલ જાનીએ પણ સરકારનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો : નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે બેઠક કરી, ઇન્ટર્ન ડૉક્ટર્સની હડતાલ પરત લેવાની જાહેરાત કરી