ETV Bharat / state

Ambedkar Jayanti 2022: 131મી આંબેડકર જન્મજયંતિ નિમિતે સરકારે આવક મર્યાદા 6 લાખની કરી,મુખ્યપ્રધાને જય ભીમના નારા લગાવ્યા

14 એપ્રિલ આજે દેશમાં ડોક્ટર ભીમ રાવ આંબેડકરની 131 મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિતે ડોક્ટર ભીમ રાવ આંબેડકરને(Ambedkar Jayanti 2022) પુષ્પાંજલિ આપી હતી. મુખ્યપ્રધાને જય ભીમ જય ભીમના નારા લગાવ્યા હતા.રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓની આવક મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવી છે.

Ambedkar Jayanti 2022: 131મી આંબેડકર જન્મજયંતિ નિમિતે સરકારે આવક મર્યાદા 6 લાખની કરી,મુખ્યપ્રધાને જય ભીમના નારા લગાવ્યા
Ambedkar Jayanti 2022: 131મી આંબેડકર જન્મજયંતિ નિમિતે સરકારે આવક મર્યાદા 6 લાખની કરી,મુખ્યપ્રધાને જય ભીમના નારા લગાવ્યા
author img

By

Published : Apr 14, 2022, 3:18 PM IST

ગાંધીનગર: 14 એપ્રિલ આજે દેશમાં ડોક્ટર ભીમ રાવ આંબેડકરની 131 મી જન્મ જયંતીની ઉજવણી (Ambedkar Jayanti 2022)થઈ રહી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્ય અને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના કેબિનેટ પ્રધાન પ્રદીપસિંહ પરમારે વિધાનસભાની અંદર આવેલા ડોક્ટર ભીમ રાવ આંબેડકરના તૈલી ચિત્ર અને પુષ્પાંજલિ (131st Birth Anniversary of Dr. Bhimrao Ambedkar )આપી હતી. ત્યારબાદ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ અને સામાજિક ન્યાય અધિકારીતાના કેબિનેટ પ્રધાન પ્રદીપસિંહ પરમારે આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને પુષ્પાંજલિ આપી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ જય ભીમ જય ભીમના નારા લગાવ્યા હતા. સાથે જ રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓની આવક મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવી છે.

આંબેડકર જન્મજયંતિ

સરકારે અનુસૂચિત જાતિની મર્યાદા 6 લાખ કરવામાં આવી - સેન્ટ્રલ વિસ્તારના કાર્યક્રમ દરમિયાન રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર એ જાહેરાત કરી હતી કે રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાયરૂપ (Ambedkar birthday date)થવા માટે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રાજ્ય સરકારે અપાતી સહાયની આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરીને રૂપિયા છ લાખ રૂપિયા કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યના એક લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિની આવક મર્યાદામાં વધારો કરવાથી રાજ્ય સરકાર ઉપર 50 કરોડ રૂપિયાનું વધારાનું કારણ વિદ્યાર્થીઓ થી ઉપાડવામાં આવશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા પહેલા ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000 હતી જ્યારે શહેરી વિસ્તારમાં 1,50,000 હતી જેને ધ્યાનમાં લઇને વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે આવક મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. જેનો તાત્કાલિક ધોરણે રાજ્યમાં અમલ કરવામાં આવશે આ વધારાનો લાભ એસસી, એસટી ઓબીસી ઓબીસી માઇનોરીટી વિદ્યાર્થીઓને મળશે.

આ પણ વાંચોઃ Ambedkar Jayanti 2022: ડો.બાબાસાહેબ આંબેડકરની આજે 131મી જન્મજયંતિ

હાજર રહેલા આગેવાનોએ 8 લાખની મર્યાદા કરવાની માંગ કરી - રાજ્ય સરકાર દ્વારા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની આવક મર્યાદા વધારીને સરકારે 6 લાખની કરી છે ત્યારે કાર્યક્રમમાં હાજર રહેલા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આવકમર્યાદા 6 લાખ ને બદલે 8 લાખ કરવાની માંગ કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાને જય ભીમના નારા લગાવ્યા - સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આવેલ ડોક્ટર ભીમ રાવ આંબેડકરની પ્રતિમાને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાર પહેરાવીને પુષ્પાંજલિ કરી હતી અને ત્યારબાદ જય ભીમના નારા લગાવ્યા હતા. સાથે જ જાહેર જનતાને પણ પ્રતિસાદ જીવીને જય ભીમ જય ભીમના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચોઃ Ambedkar Jayanti 2022: ડૉ. આંબેડકરની જન્મ જયંતી ઉપર રાષ્ટ્રપતિ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી

આંબેડકરે શ્રેષ્ઠ બંધારણ આપ્યુંઃ નીમાબહેન આચાર્ય - ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્ય વિધાનસભા સંકુલમાં આંબેડકરના ચિત્ર પર પુષ્પાંજલિ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડોક્ટર ભીમ રાવ આંબેડકરે દેશને શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે અને બંધારણને ગુજરાતમાં યાત્રા કરીમહત્વની વાત કરવામાં આવે તો આંબેડકર એ શોષિત પીડિત લોકોની સેવા અને તેમની માટે જ કાર્ય કરતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.