ETV Bharat / state

પાટનગરની મહિલા વકીલે આધેડ પુરૂષ વકીલ સામે કર્યો શારીરિક શોષણનો આક્ષેપ - gujaratinews

ગાંધીનગર: રાજ્યમાં નાની ઉંમરની છોકરીઓ અને મહિલા પર શારીરિક શોષણના બનાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં રોજબરોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જ એક બનાવ રાજ્યના પાટનગરમાં સામે આવ્યો છે.

પાટનગરની મહિલા વકીલે આધેડ પુરૂષ વકીલ સામે કર્યો શારીરિક શોષણનો આક્ષેપ
author img

By

Published : Jun 28, 2019, 10:38 PM IST

શહેરના એક જાણીતા વકીલ સામે તેમનાથી લગભગ અડધી ઉંમરની યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે. નામી વકીલ સામે યુવતીએ બે દિવસ સુધી સેક્ટર-7 પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ નાછૂટકે માત્ર તેની અરજી લેવામાં આવી છે. જેના પર હવે તપાસ ચલાવીને સમગ્ર બાબતને દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગાંધીનગર શહેરમાં જ રહેતી અને વકીલ તરીકે કામગીરી કરતી એક યુવતી બે દિવસ પહેલા આવી હતી. આ યુવતી પ્રેગનેન્ટ છે અને તેનાં પેટમાં રહેલું બાળક શહેરના એક જાણીતા વકીલનું હોવાનું જણાવ્યું હતું. સાથે જ વકીલે તેનું લલચાવી-ફોસલાવીને શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે જાણીતા વકીલનું નામ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. જો કે, પોલીસે યુવતીની ફરિયાદ લેવાની આનાકાની કરી હતી. જોકે, પોતે પણ વકીલ છે એવી યુવતીએ દબાણ કરતા પોલીસે આખરે ના છૂટકે તેની અરજી લેવાની ફરજ પડી હતી.

મહિલા વકીલ શહેરના જાણીતા અને વરિષ્ઠ વકીલથી લગભગ અડધી ઉંમરની યુવતી તેમના હાથ નીચે જ કામ કરતી હતી. ત્યારે યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, વકીલે તેને લલચાવી-ફોસલાવીને સે-11ની એક હોટેલ સહિતની જગ્યાએ જઈને તેનું અનેકવાર શોષણ કર્યું હતું. આ શોષણને પગલે યુવતી હાલ પ્રેગનેન્ટ છે, જો કે પહેલાંથી જ પરણિત વકીલે આ મુદ્દે હાથ ખંખેરી લેતા યુવતી આખરે પોલીસના શરણે પહોંચી છે. પોલીસે કાર્યવાહી કરવાની જગ્યાએ મહિલા વકીલને ધક્કા ખવડાવ્યા હતા.

આ બાબત મીડિયામાં જાહેર ના થાય તેને લઈને પણ પોલીસે સાવચેતી રાખી હતી. તટસ્થ રીતે કામ કરવાની જગ્યાએ શંકાસ્પદ કામ કરવામાં આવી રહ્યું હોય તેવી ચર્ચા થઈ રહી છે. જો કે, બે દિવસ ધક્કા ખવડાવ્યા બાદ પોલીસે માત્ર તેની અરજી લીધી હતી. ત્યારે જોવાનું રહે છે કે, પોલીસ ખરેખર એક યુવતીને ન્યાય અપાવે છે કે સમગ્ર બાબત તપાસના નામે ભૂગર્ભમાં દબાવી દેશે.

R_GJ_GDR_RURAL_02_28_JUNE_2019_STORY_LOYAR_SEXUAL HERASMENT_SLUG_VIDEO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) પાટનગરની મહિલા વકીલે આધેડ પુરુષ વકીલ સામે કર્યો શારીરિક શોષણનો આક્ષેપ

ગાંધીનગર, ફાઇલ ફોટો મુકવો

રાજ્યમાં નાની ઉંમરની દીકરીઓ, મહિલા ઉપર શારીરિક શોષણના બનાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં રોજબરોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જ એક બનાવ રાજ્યના પાટનગરમાં સામે આવ્યો છે. શહેરના એક જાણીતા વકીલ સામે તેમનાથી લગભગ અડધી ઉંમરની યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે. નામી વકીલ સામે યુવતીએ બે દિવસ સુધી  સેક્ટર-7 પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ નાછૂટકે માત્ર તેની અરજી લેવાઈ છે. જેના પર હવે તપાસ ચલાવીને સમગ્ર બાબતને દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગાંધીનગર શહેરમાં જ રહેતી અને વકીલ તરીકે કામગીરી કરતી એક યુવતી બે દિવસ પહેલા આવી હતી.આ યુવતી પ્રેગનેન્ટ છે અને તેનાં પેટમાં રહેલું બાળક શહેરના એક જાણીતા વકીલનું હોવાનું જણાવ્યું હતુ અને વકીલે તેનું લલચાવી-ફોસલાવીને શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે જાણીતા વકીલનું નામ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. જોકે, પોલીસે યુવતીની ફરિયાદ લેવાની આનાકાની કરી હતી. જોકે, પોતે પણ વકીલ એવી યુવતીએ દબાણ કરતા પોલીસે આખરે ના છૂટકે તેની અરજી લેવાની ફરજ પડી હતી. 

મહિલા વકીલ શહેરના જાણીતા અને વરિષ્ઠ વકીલથી લગભગ અડધી ઉંમરની યુવતી તેમના હાથ નીચે જ કામ કરતી હતી. ત્યારે યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, વકીલે તેને લલચાવી-ફોસલાવીને સે-11ની એક હોટેલ સહિતની જગ્યાએ જઈને તેનું અનેકવાર શોષણ કર્યું હતું. આ શોષણને પગલે યુવતી હાલ પ્રેગનેન્ટ છે, જોકે પહેલાંથી જ પરણિત વકીલે આ મુદ્દે હાથ ખંખેરી લેતા યુવતી આખરે પોલીસના શરણે પહોંચી છે. પોલીસે  કાર્યવાહી કરવાની જગ્યાએ મહિલા વકીલને ધક્કા ખવડાવ્યા હતા. સાથે સાથે  આ બાબત મીડિયામાં જાહેર ના થાય તેને લઈને પણ  પોલીસે સાવચેતી રાખી હતી  તટસ્થ રીતે કામ કરવાની જગ્યાએ શંકાસ્પદ કામ  કરવામાં આવી હોય તેવી ચર્ચા  થઈ રહી છે. જોકે, બે દિવસ ધક્કા ખવડાવ્યા બાદ પોલીસે માત્ર તેની અરજી લીધી હતી. ત્યારે જોવાનું રહે છે કે પોલીસ ખરેખર એક યુવતીને ન્યાય અપાવે છે કે સમગ્ર બાબત તપાસના નામે ભૂગર્ભમાં દબાવી દેશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.