ETV Bharat / state

કોરોનાના નામે કોંગ્રેસના તમામ MLA રિસોર્ટમાં જલસા કરવા રાજકારણ રમવા જઇ રહ્યાં છે: CM વિજય રૂપાણી - કોંગ્રેસ પોલિટિક્સ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિપક્ષની આલોચના કરતા કહ્યું કે, કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં જલસા કરવા, રાજકારણ રમવા જઇ રહ્યાં છે. રાજય સરકાર કોરોનાથી પ્રજાવર્ગોને બચાવવાના ભાવ સાથે જીવના જોખમે પણ ડર્યા વિના વિધાનસભામાં પ્રજાહિતના કામો કરે છે. સરકારની સતર્કતા અને આગોતરા પગલાંને પરિણામે સદનસીબે ગુજરાતમાં કોરોના વાયરસના ઝીરો પોઝિટીવ કેસ છે.

કોરોનાના નામે કોંગ્રેસના તમામ MLA રિસોર્ટમાં જલસા કરવા રાજકારણ રમવા જઇ રહ્યાં છે : સીએમ વિજય રૂપાણી

author img

By

Published : Mar 16, 2020, 6:28 PM IST

ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય સોમવારે વિધાનસભાગૃહમાં વિધાનસભાનું વર્તમાન સત્ર મોકૂફ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં વિપક્ષના નેતાના પ્રસ્તાવનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ જવાબ આપતા જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહ મોકૂફ નહીં કરવામાં આવે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિપક્ષની આલોચના કરતાં કહ્યું કે, કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં જલસા કરવા, રાજકારણ રમવા જઇ રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના સૌ જનપ્રતિનિધિઓ અને રાજય સરકાર કોરોના વાયરસના ભયમાં રહેલી ગુજરાતની જનતા જનાર્દનની ચિંતા કરી, કોરોનાથી પ્રજાવર્ગોને બચાવવાના ભાવ સાથે જીવના જોખમે પણ ડર્યા વિના વિધાનસભામાં પ્રજાહિતના કામો કરે છે. સરકારની સતર્કતા અને આગોતરા પગલાને પરિણામે સદનસીબે ગુજરાતમાં કોરોના વાયરસના ઝીરો પોઝિટીવ કેસ છે.

આ વાયરસને કારણે વિધાનસભા ગૃહ મોકૂફ રાખવાની વિપક્ષા નેતાની વાતનો પ્રત્યુત્તર આપતાં એમ પણ કહ્યું કે, રાજ્યનું બજેટ સત્ર ચાલે છે. બજેટ મૂવ થયું છે અને વિવિધ વિભાગની માગણીઓ અને ચર્ચાઓ પણ ચાલી રહી છે. આ સંજોગોમાં પ્રજા પ્રતિનિધિ તરીકે વિધાનસભાના સભ્યોએ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઇ પ્રજાકલ્યાણની ચર્ચાઓ અને પ્રજાહિતની રક્ષા કરવાની છે એમ તેમણે ઉમેર્યુ હતું.

કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપૂરના રિસોર્ટમાં જલસા કરવા જઇ રહ્યાં છે. ગુજરાતની જનતાને કોરોના જેવા વાયરસના ભય વચ્ચે ભગવાન ભરોસે છોડીને કોંગ્રેસ પ્રજાદ્રોહ કરી રહી છે એમ તેમણે પ્રતિપક્ષની આલોચના કરતા જણાવ્યું હતું.

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં બનાસકાંઠાના પૂર વખતે જ્યારે જનતા પીડિત હતી, દુઃખી હતી ત્યારે પણ કોંગ્રેસીઓ બેંગ્લોરના રિસોર્ટમાં સ્વીમીંગ પૂલમાં ધૂબાકા મારતાં હતાં તે પ્રજા ભૂલી નથી. હવે જ્યારે ગુજરાતની પ્રજા કોરોના વાયરસના ભયમાં હોય, ત્યારે આ જ કોંગ્રેસીઓ જયપુરના રિસોર્ટમાં ધૂબાકા મારવા પહોંચ્યાં છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.