હાલમાં જ યોજાયેલ રાજ્યસભાની પેટા ચૂંટણીમાં અલ્પેશ અને ધવલસિંહએ ભાજપ પક્ષને પોતાનો મત આપી અને કોંગ્રેસ સામે ખુલ્લો બળવો કર્યો હતો અને ક્રોસ વોટિંગ કર્યા બાદ બંને એ આ વાત સ્વીકારી હતી કે તેમણે કેન્દ્રીય નેતૃત્વને જોઈને વોટિંગ કર્યું છે. આ સાથે આ વોટિંગ કર્યા બાદ અલ્પેશે તેમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા તેને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા. તેનો પણ હવે અંત આવી ગયો છે અને કોંગ્રેસનો બોજ હવે તેમના માથા પરથી હળવો થઇ ગયો છે.
આગામી બે સપ્તાહમાં બંને ભૂતપુર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાયા બાદ રૂપાણી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવાની તૈયારી શરૂ કરી પણ લીધી છે. ભાજપમાં મુખ્યપ્રધાન નિવાસ સ્થાને આજ રોજ યોજાનારી ડીનર ડીપ્લોમસીમાં પણ થઈ શકે છે. આ અંગેની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે.