- ગુજરાત કેડરના IAS ભાજપમાં જોડાયા
- VRS લઈને ભાજપમાં જોડાયા
- પીએમ મોદીના ખાસ અધિકારી તરીકે ગણતરી થતી હતી
- ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવ શરૂ કરાવવામાં મહત્વનો ફાળો
ગાંધીનગર: ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ કેસરમાં ગઈકાલે (ગુરૂવાર) સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે, ત્યારે ભાજપમાં જોડાતા અનેક સમાચારો સામે આવી રહ્યા છે. ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અધિકારીએ કેસરમાં ઉત્તર પ્રદેશ ભાજપમાં નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જ્યારે ઉત્તર પ્રદેશની સરકારમાં શર્માને મહત્વના પદ અને જવાબદારી મળે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે.
ગુજરાતમાં વાઇબ્રન્ટ શરૂ કરાવનારા A. K. શર્મા
ઉત્તર પ્રદેશના ભાજપમાં ગુજરાતના પૂર્વ આઇએએસ અધિકારી એ.કે. શર્માએ સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે ગુજરાતમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સમયગાળા દરમિયાન ગુજરાત વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવનારા અધિકારીમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. જ્યારે ગુજરાત વાઇબ્રન્ટનું સંપૂર્ણપણે આયોજન છે કે શર્મા દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શર્મા મૂડીરોકાણ ક્યાંથી અને કેવી રીતે લાવવું તેના ખૂબ જ જાણકાર હોવાનું પણ સામે આવી રહ્યું છે.
કે.કૈલાસનાથન, એ.કે.શર્મા અને જી.સી. મુરમું સીએમઓ તરીકે મહત્વની જવાબદારી સંભાળી હતી
તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેની ફરજમાં હતા, ત્યારે કે.કે રાજનાથ અને વેકેશનમાં અને જી.સી. મુરમું મુખ્ય પ્રધાનના અધિકારી તરીકે રહ્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન જ ગુજરાતમાં અનેક ડેવલોપમેન્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાતમાં વિકાસના અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા.
આસિસ્ટન્ટ કલેકટર તરીકે કામ શરૂ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ એવા એકે શર્માએ શરૂઆતમાં એસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કામ શરૂ કર્યું હતું અને ટૂંકા ગાળામાં જ તેઓ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે વર્ષ 2001 માં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સેક્રેટરી તરીકે કામ સંભાળ્યું હતું. આ ઉપરાંત સારું સુશાસન અને વ્યવસ્થા માટે તેઓએ ઓસ્ટ્રેલિયામાં ટ્રેનિંગ માટે પણ ગયા હતા. આ ઉપરાંત વર્ષ 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા ત્યારે ગણતરીના દિવસોમાં જ પીએમ મોદીએ એકે શર્માને ગુજરાતમાંથી ડેપ્યુટેશન પર દિલ્હીમાં નિમણૂક કરી હતી અને એમ.એસ.એમ.ઈમાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો છે.
હજુ 2022માં થઈ રહ્યા હતા રિટાયર્ડ
એ કેસરમાં તાત્કાલિક વોલ્યુન્ટરી રિટાયરમેન્ટની જાહેરાત કરીને ઉત્તર પ્રદેશ ભાજપમાં તેઓ સત્તાવાર રીતે જોડાયેલા છે, જ્યારે તેઓ નોકરીમાં હજૂ બે વર્ષનો સમયગાળો બાકી હતો, પરંતુ તેમણે વીઆરએસ લઇને ભાજપ પક્ષમાં સત્તાવાર રીતે જોડાયા છે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશની અમુક વિધાનસભામાં પેટા ચૂંટણીઓને આવતી હોવાના કારણે તેઓને ભાજપના ઉમેદવાર બનાવીને સીધા યોગી સરકારમાં લઈ જવાય તેવી પણ શક્યતાઓ છે. જેથી તેઓને ઉત્તર પ્રદેશમાં વધુ મહત્વની જવાબદારી મળી શકે તેમ છે.