ETV Bharat / state

Ahmedabad News : ગુજરાતી નિમિલ પારેખને સિંગાપોરની સંસદમાં એમપી તરીકે નોમિનેટ કરાયાં - સિંગાપોરની સંસદ

ગુજરાતી નિમિલ પારેખને સિંગાપોરની સંસદમાં એમપી તરીકે નોમિનેટ કરાયાં છે. જે ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. તેમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે નોમિનેટ કરીને બહુમાન કરાયું છે. અનેકવિધ હોદ્દા પર કાર્યરત નિમિલ પારેખ પેગાસસ એશિયાના સીઈઓ તરીકે પણ કામ કરી રહ્યા છે.

Ahmedabad News : ગુજરાતી નિમિલ પારેખને સિંગાપોરની સંસદમાં એમપી તરીકે નોમિનેટ કરાયાં

author img

By

Published : Jul 19, 2023, 7:35 PM IST

અમદાવાદ : નિમિલ પારેખને સિંગાપોરની સંસદમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ (એમપી) તરીકે નોમિનેટ કરાયા છે. 60 વર્ષની વય ધરાવતાં પારેખ સિંગાપોરના નાગરિક છે અને ત્યાં 17 વર્ષથી વસવાટ કરે છે. બિઝનેસ ક્ષેત્રે અપવાદરૂપ સિધ્ધિઓ અને ફાયનાન્સિયલ સાક્ષરતા ક્ષેત્રે પ્રદાન બદલ તેમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે નોમિનેટ કરીને બહુમાન કરાયુ છે.

ફાયનાન્સ ઈન્ડસ્ટ્રીમાં યોગદાન : નિમિલ પારેખ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણી સુનીલ પારેખના નાના ભાઈ છે અને તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન તે ફાયનાન્સ ઈન્ડસ્ટ્રીમાં યોગદાન આપતા રહ્યા છે. હાલમાં તે ટિકેહાઉ કેપિટલમાં એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના પાર્ટનર અને હેડ તરીકે કામ કરી રહયા છે. આ ઉપરાંત તે સિંગાપોર એકસ્ચેન્જમાં લીસ્ટેડ, સ્પેશ્યલ પર્પઝ એકવિઝિશન કંપની પેગાસસ એશિયાના સીઈઓ તરીકે કામ કરી રહ્યા છે.

સિંગાપોરની વિવિધ સંસ્થાઓમાં સક્રિય : નેતૃત્વ અને નિપુણતા માટે પ્રસિધ્ધ નિમિલ પારેખ સિંગાપોરની વિવિધ સંસ્થાઓમાં સક્રિય છે. તે સિંગાપોર ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં ચેરમેન તરીકેનું પદ ધરાવે છે. સિંગાપોર બિઝનેસ ફેડરેશનમાં કાઉન્સિલ મેમ્બર તરીકેની કામગીરી સંભાળે છે. તેઓ અવારનવાર મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરે સ્થાપેલા એલિવનડી પ્લેટફોર્મમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સંવાદમાં સહાયક બની ડિજિટલ ઈકોનોમીમાં ફીનટેકને આગળ ધપાવી રહ્યા છે.

સિંગાપોરની પાર્લામેન્ટમાં પ્રદાન આપશે : પોતાના ભાઈની સિંગાપોરની પાર્લામેન્ટમાં નોમિનેશનની સિધ્ધિ અંગે વાત કરતાં સુનીલ પારેખ જણાવ્યું હતું કે “આપણા સૌના માટે આ ગૌરવની ક્ષણ છે. તે ફાયનાન્સ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક જ્ઞાન અને અનુભવ ધરાવે છે જેનાથી સિંગાપોરની પાર્લામેન્ટમાં અમૂલ્ય પ્રદાન આપશે.

નિમિલ પારેખનો ટૂંક પરિચય : નિમિલ પારેખ જેમ્સ કૂક યુનિવર્સિટી (સિંગાપોર)ની એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય છે અને તે સિંગાપોરમાં ફાયનાન્સિયલ સાક્ષરતા (લીટ્રસી) વધારવાના ધ્યેયથી કામ કરી રહયા છે. નિમિલ પારેખ કોમર્સમાં બેચલર ડીગ્રી (ઓનર્સ) ધરાવે છે અને માસ્ટર્સ ડીગ્રી પણ ધરાવે છે. આ ઉપરાંત તેમણે નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમબીએની ડીગ્રી હાંસલ કરી છે.

  1. Porbandar Crime : સિંગાપોરમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરનારા ત્રણ શખ્સની ધરપકડ, 27 પાસપોર્ટ રિકવર
  2. સિંગાપુર જેવું બર્ડ પાર્ક સુરતમાં વિકસાવાયું, એક્ઝોટિક પક્ષીઓ જોવા વિદેશ નહીં જવું પડે..!
  3. રાયપુરની ખાનગી રહેણાંક કોલોનીમાં સિંગાપોરની તર્જ પર પક્ષી અભયારણ્ય બનાવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.