ગીતા પટેલે કહ્યું કે, ગામડાનો વિકાસ થાય ત્યારે ખરો વિકાસ કહેવાય. જ્યારે જે નેતા હજુ સુધી ગામડા જોયા જ નથી તેમની સામે ફાઇટ છે જ નહીં. મતદારો મને વિજય બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ગીતા પટેલે કહ્યું કે, અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસની જીત થશે. તેમણે વધુમાં કહ્યું કે, આ બેઠક પર ભાજપના સાંસદ તરીકે અભિનેતા પરેશ રાવલ ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ મતદારો હજુ સુધી તેમને નેતા તરીકે ઓળખતા નથી. પાંચ વર્ષ દરમિયાન તેમને ગામડાં તરફ નજર નાખી નથી. જ્યારે તેમની સામે વર્તમાન ધારાસભ્ય ઉમેદવાર તરીકે છે ત્યારે કેવી ફાઈટ રહેશે તેના જવાબમાં કહ્યું કે, વર્તમાન ધારાસભ્ય અને તેમના હરીફ ઉમેદવાર હજુ ગામડા જોયા જ નથી. મતદારો તેમને કેવી રીતે ઓળખશે આ સંજોગોમાં હું તેમની સામે ફાઇટ સમજતી જ નથી. આ ચૂંટણીમાં ગીતા પટેલનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે તેમણે વિજય થયા બાદ આ વિસ્તારના તમામ પ્રશ્નોને નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી હતી. જ્યારે 23 એપ્રિલે કોંગ્રેસ સમર્પિત એક પણ મત વેડફાય નહિ તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું.