- શાંતિ રણછોડપુરા ગામની સીમમાં આવેલા શ્રમદીપ ફાર્મ હાઉસમાં પાર્ટી ચાલતી હતી
- કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને નેવે મૂકી અમદાવાદ શહેર પ્રમુખનો પુત્ર માણી રહ્યો હતો દારૂની મહેફિલ
- 86 લાખની 7 કાર પણ પોલીસે જપ્ત કરી
ગાંધીનગર : કલોલ તાલુકાના રણછોડપુરા પાસે આવેલા શ્રમદીપ ફાર્મ હાઉસમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત 20 નબીરા દારૂની મહેફિલ માણતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. આ રેડમાં પોલીસ દ્વારા 89.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 86 લાખની 7 કાર પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. પોલીસે આ તમામ લોકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રેડમાં 20 નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા
કલોલ તાલુકામાં આવેલા મોટાભાગના ફાર્મ હાઉસોમાં પાર્ટીઓ થતી હોય છે. અનેક વખત નબીરાઓ પોલીસના હાથે ઝડપાયાના બનાવો સામે આવતા રહે છે. શાંતિ રણછોડપુરા ગામની સીમમાં આવેલા શ્રમદીપ ફાર્મ હાઉસમાં પાર્ટી ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. મળેવી બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી. આ રેડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલના પુત્ર સહિત 20 નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા.
કુલ 89.73 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસ દ્વારા ઘટના સ્થળેથી દારૂની બોટલ, કાચના ગ્લાસ, મોબાઈલ અને 7 નંગ કાર સહિત કુલ 89.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. શ્રમદીપ ફાર્મ હાઉસના માલિક લાલભાઈ પટેલ છે. ફાર્મહાઉસના માલિક સામે પોલીસ શું કાર્યવાહી કરે છે? તે જોવું રહ્યું...
દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓ
- માનુષ ઉર્ફે માનુ ગૌરાંગ દેસાઈ, રહે પ્રતિમા સોસાયટી વિજય ચાર રસ્તા.
- આદિત્ય જગત પંચાલ, રહે અષ્ટવિનાયક સુઘડ ગામ ગાંધીનગર.
- હસ્ત સંદીપ પટેલ, રહે હસ્ત વિલા બંગ્લોઝ બોડકદેવ અમદાવાદ.
- યુગ તેજ રાજપુરોહિત, રહે ગોયલ ઇન્ટરસિટી વસ્ત્રાપુર
- જય તપન પટેલ, રહે આકાંક્ષા બંગ્લોઝ હાથીજણ અમદાવાદ.
- દેવ શશીકાંત પટેલ, હેરિટેજ હોમ્સ થલતેજ અમદાવાદ
- રામ અમરત પટેલ, રહે રાચરડા ગામ ગાંધીનગર
- તિલક દર્શન લાખાણી, રહે શ્યામ વિહાર બંગ્લોઝ થલતેજ
- વંશિલ પ્રશાંત શાહ, રહે ઉપવન બંગ્લોઝ શીલજ ગામ
- હર્ષિલ વિપુલ શેલડીયા, રહે સપ્તવિલા થલતેજ અમદાવાદ
- અભિષેક રાકેશ પટેલ, રહે રામદેવ વિલા સરખેજ
- તીર્થ સુખદેવ પટેલ, રહે ટાઇટેનિયમ 1 અમદાવાદ
- ખુસ્મ ઉમેશ પટેલ, રહે સંસ્કાર ભારતી સોસાયટી નારણપુરા
- દુલા રાજેશ પટેલ, રહે શ્યામ વિહાર બંગ્લોઝ થલતેજ
- શુભ જનક પંચોલી, રહે પંખીની બંગ્લોઝ શીલજ
- તીર્થ નરેશ પટેલ, રહે પરમાત્મા સોસાયટી નારણપુરા
- આદિત્ય નીતીશ ગાંધી, રહે નીરવ ફ્લેટ નવરંગપુરા
- આર્યમાન રાકેશ પટેલ, રહે રામદેવ લીલા સોલા
- જય સુકેશ સરકાર, રહે અશોક વાટિકા આમલી બોપલ
- કવન મુકેશ પટેલ, રહે બોડકદેવ
ઉલ્લેખનીય છે કે, 23 ઓક્ટોબરના રોજ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું હતું કે, મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનની મીઠી નજર અને આશીર્વાદ વિના રાજ્યમાં દારૂનું વેચાણ શક્ય નથી. ત્યારે હાલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના પુત્ર દારૂની મહેફિલ માણતા પકડાયો છે એ અંગે તેમની શું? પ્રતિક્રિયા હશે એ જોવું રહ્યું.