ETV Bharat / state

Gujarat Global Summit: રાજ્યમાં એક જ દિવસમાં 1401 કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ 4 MoU થયા - Global Summit 2024

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં 1401 કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ 4 MoU થયાં છે. કેમિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દહેજ અને સાયખા GIDCમાં રોકાણો કરશે.2 હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી થશે. વાયબ્રન્‍ટ સમિટ પૂર્વે પ્રતિ સપ્તાહ MoUના ઉપક્રમની બે કડીમાં કુલ રૂ. 2761 કરોડના 10 MoU સંપન્ન થયા છે.

Ahead of the Vibrant Gujarat Global Summit-2024

author img

By

Published : Aug 2, 2023, 4:10 PM IST

ગાધીનગર: ટેક્ષટાઈલ સેક્ટરમાં-1800, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-2285 સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. વડાપ્રધાનશ્રીની મેક ઈન ઈન્‍ડીયા નેમ સાકાર કરતું બેસ્ટ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર અને સરળતાએ ઉદ્યોગ શરૂ કરી શકાય તેવું પ્રો એક્ટીવ એડમીનીસ્ટ્રેશન ગુજરાતમાં છે. નરેન્‍દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024 માં યોજાવાની છે.

રાજ્યમાં ઉદ્યોગો શરૂ: ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-2024 ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ ઉપક્રમનાં બીજા તબક્કામાં ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. 1401 કરોડના કુલ રોકાણો સાથે 4 જેટલા MoU બુધવાર, 2 ઓગષ્ટે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

2 હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી થશે

અવસરો પૂરા પાડશે: તદ્‌નુસાર કેમિકલ સેક્ટરમાં કુલ 1401 કરોડ રૂપિયાના રોકાણો માટે 4 ઉદ્યોગગૃહોએ MoU કર્યા હતા. આ ઉદ્યોગો ભરૂચ જિલ્લાની સાયખા તથા દહેજ GIDCમાં પોતાના ઉદ્યોગો શરૂ કરશે અને અંદાજે 2285 જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડશે. બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદરે રાજ્ય સરકાર વતી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.

અવસરોનું સર્જન: પ્રતિ બુધવારે યોજવામાં આવતા આ MoU સાઈનીંગના ઉપક્રમની બે કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. 2761 કરોડના રોકાણોના 10 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ પાંચ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે. તદ્‌નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-1800 , એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-2285 જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.

ફોસ્ફેટનું ઉત્પાદન: મોદીની મેક ઈન ઈન્‍ડીયા નેમ સાકાર કરતું બેસ્ટ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં છે. તેના પરિણામે તેઓ પોતાના ઉદ્યોગો ગુજરાતમાં શરૂ કરવા આકર્ષિત થયા છે તેમ જણાવ્યું હતું. એટલું જ નહિ, રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમીનીસ્ટ્રેશન મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં છે તેની પણ પ્રશંસા કરી હતી.બુઘવાર તારીખ 2ઓગષ્ટે થયેલા MoU અનુસાર સાયખા અને દહેજ GIDC 2024-25-26 સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે જે ચાર MoU થયા છે તેમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-૨માં રૂ.50 કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે.

ઉત્પાદન પ્લાન્‍ટ શરૂ: આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમીટેડ સાયખા GIDCમાં રૂ.493 કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લીંગ પ્રોજેક્ટ શરૂ કરશે. હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમીટેડ રૂ. 300 કરોડના રોકાણો સાથે દહેજ-૧માં સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્લાન્‍ટ તેમજ આશુ ઓર્ગેનિક ઈન્‍ડીયા પ્રા. લિમીટેડ દહેજ-૩માં રૂ.108 કરોડના રોકાણ સાથે ડાઈસ એન્‍ડ પિગ્‍મેન્‍ટ ઈન્‍ટરમિડીયેટ્સ ઉત્પાદન પ્લાન્‍ટ શરૂ કરવાના છે.

  1. Gandhinagar News: 12 થી 14 જૂન વચ્ચે પ્રવેશોત્સવ, સરહદી ગામોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ભૂલકાઓને કરાવશે પ્રવેશોત્સવ
  2. ગાંધીનગરમાં AAPના કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું, AAPના નેતાઓ પર થયેલા હુમલાની યોગ્ય તપાસની કરાઈ માગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.