સુભાષ પાલેકર દ્વારા આ સમગ્ર કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતરોમાં તેમના નુકસાનથી બચાવવાનો અને કુત્રિમ ખાતરો રસાયણો વગેરેથી દૂર રહી પ્રાકૃતિક રીતે કઈ રીતે ખેતી કરી શકાય તેમ હતો. ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા આ કાર્યક્રમના ભાગ લેવા માટે વિધાનસભા સત્રને રદ પણ કરવામાં આવ્યું હતું અને તમામ ભાજપના નેતાઓ સાંસદો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે ઉપસ્થિત તમામનું સંબોધન કર્યું હતું અને ખેતી ખેડૂત, ગાય, પાણી, હવા વગેરેની જાળવણી કરવા માટે પ્રાકૃતિક સૌંદર્ય તથા પ્રાકૃતિક ક્રિયા કેટલી જરૂરી છે. તે અંગે લોકોને સમજણ આપી હતી. સાથે સાથે આવનારા ભવિષ્ય માટે રાસાયણીક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી કેટલી જરૂરી છે. તે અંગે વિસ્તાર પૂર્વક સમજણ આપી હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા સુભાષ પાલેકરે રાસાયણિક ખેતીની સામે પ્રાકૃતિક ખેતી કેટલી સરળ છે. તેના કેટલા ફાયદા થાય છે અને આવનારા ભવિષ્યમાં તેની શું અસર થશે તેના વિશે માહિતી આપી હતી.સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ કાર્યક્રમમાં સૌને જોડાવા માટે અપીલ કરી હતી.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી તમામને સંબોધન કર્યું હતું અને આવનારા સમયમાં ગુજરાત સરકાર ખેડૂતોના પ્રશ્નોને લઈને તથા પ્રાકૃતિક કૃષિ અંગે હંમેશા જાગ્રત રહેશે અને વિશેષ ધ્યાન આપવામાં આવશે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને પણ સાકાર કરવામાં ગુજરાત સરકાર દ્વારા પૂરા પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી..
કુત્રિમ ખાતર રસાયણો વગેરેનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતી દ્વારા જલદી દેખાતો ફાયદો જ્યારે નુકસાનમાં પરિવર્તે છે, ત્યારે ખેડૂતે મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. એટલા માટે પ્રાકૃતિક કૃષિની સમજણ આપવા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાજ્યના લગભગ તમામ જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.