વાવાઝોડાની બાબતે રાજ્યના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે મહા વાવાઝોડાને લઈને તમામ જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સાથે જ દરેક જિલ્લામાં કઈ રીતે પરિસ્થિતિ છે તે અંગેની પણ ત્યાગ લેવામાં આવ્યો હતો. ઉપરાંત જો મહાન નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તો પરિસ્થિતિને પહોંચી વળવા એટલે કે એકથી બીજે સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા તથા તમામ દ્રષ્ટિએ કઈ રીતની વ્યવસ્થા છે તે અંગેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે ઇન્ડિયા રેપ 15 ટીમ રાજ્યમાં એટલે એલ પ્લેટમાં મૂકવામાં આવી છે. જ્યારે જો વધુ જ જરૂર પડશે તો પાંચ ટીમ દિલ્હી અને હરિયાણાથી બોલાવામાં આવશે.
જ્યારે કૃષિ અગ્ર સચિવ પુનમચંદ પરમારે જણાવ્યું હતું કે મહા વાવાઝોડાને લઈને રાજ્યમાં 6 અને 7 નવેમ્બર દરમિયાન છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. ત્યારે આ વરસાદમાં મગફળી પલળે નહીં તે માટે પણ ખેડૂતોને ખાસ સૂચના આપીને મગફળી સંગ્રહ કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે સલામતીના બાબતે રાજ્ય સરકારે ગુજરાતના દરિયા કિનારે વસવાટ કરતા અને દરિયો ખેડતા માછીમારોને પણ દરિયામાં ના જવાની કડક સૂચના આપવામાં આવી છે.
જ્યારે કેન્દ્રીય ટિમ સાથે પણ વિડિઓ કોંફરન્સથી ગુજરાત સરકરે કરેલ તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવશે. જેમાં રાજ્ય સરકારે કાઈ રીતની તૈયારીઓ અને આગમ ચેતી રાખી છે તે અંગે પણ કેન્દ્રીય અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.