ETV Bharat / state

Admission to School : RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 54,903 બાળકોને પ્રવેશ અપાશે, પ્રવેશ માટે તારીખ કરી જાહેર

author img

By

Published : May 4, 2023, 8:14 PM IST

રાજ્ય સરકાર દ્વારા બાળકોને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશને લઈને યાદી બહાર પાડી છે. RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 54,903 બાળકોને પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ આગામી 13 મે સુધીમાં જે તે શાળામાં રૂબરૂ જઈને પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

Admission to School : RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 54,903 બાળકોને પ્રવેશ અપાશે, પ્રવેશ માટે તારીખ કરી જાહેર
Admission to School : RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 54,903 બાળકોને પ્રવેશ અપાશે, પ્રવેશ માટે તારીખ કરી જાહેર

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ પારદર્શી રીતે RTE હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. RTE ACT હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ 1માં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે કુલ 98,501 જેટલી અરજીઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ હતી. જેમાંથી 68,135 જેટલી અરજીઓ માન્ય ઠેરવવામાં આવી હતી. તેમજ 14,532 જેટલી અરજીઓ અધુરા દસ્તાવેજો જેવા વિવિધ કારણોસર અમાન્ય ઠેરવાઈ હતી, જ્યારે 15,834 જેટલી અરજીઓ અરજદાર દ્વારા કેન્સલ કરવામાં આવી હતી તેમ નાયબ શિક્ષણ નિયામક યાદીમાં જણાવાયું છે.

પ્રથમ રાઉન્ડમાં વિધાર્થીઓને પ્રવેશ : યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર રાજ્યની કુલ 9854 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ 82,820 જેટલી જગ્યાઓ RTE હેઠળ ભરવાની હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને 6 કીમીની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમ અનુસાર પ્રથમ રાઉન્ડમાં 54,903 જેટલા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો :

  1. Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપથી પરીક્ષા લેવાઇ, ટેકનોલોજીએ ઘણી સુવિધા કરી આપી
  2. Rajkot News: ક્યાંથી ભણે ગુજરાત? એક વર્ષમાં 19,323 વિદ્યાર્થીઓએ શાળા છોડી
  3. Dummy Student : પરીક્ષામાં છબકડું ફેલ, યુવતીની જગ્યાએ પરીક્ષા આપવા આવેલા યુવકને માસ્તરે કલાસમાંથી પકડી લીધો

પ્રવેશ મેળવવા માટે તારીખ : જ્યારે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં 27,917 જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીનાં અભાવે ખાલી રહી છે. RTE હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ અંગે વાલીઓને SMSથી જાણ કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓએ આગામી તારીખ 13 મે 2023 શનિવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઈને પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

બીજા રાઉન્ડમાં પ્રવેશ : પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ પર વધુમાં વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપી શકાય તે માટે જે બાળકોને પ્રવેશ ફાળવવામાં નથી આવ્યા. તેવા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડની નિયમાનુસાર પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.