- વૃદ્ધાનું માથામાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત
- મોટા વાહનો બાયપાસ કરાવાય તેવી લોકો દ્વારા માંગ
- લારીઓ, પાથરણાંવાળા હોવાથી આ રસ્તા પર દબાણ વધે છે
ગાંધીનગર : અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂના ઉંટરડા ગામે રહેતા વૃદ્ધા અને તેમના પતિ તેમના ભત્રીજા સાથે દહેગામમાં ખરીદી માટે આવ્યા હતા. બાઇકને ટ્રકે ટક્કર મારતા બાઈકની પાછળ બેસેલા વૃદ્ધાનું માથામાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત (Accidental Death) નીપજ્યું હતું. જ્યારે પાછળ સવાર વૃદ્ધ તેમજ બાઇકચાલક ભત્રીજાને પણ ઈજાઓ થઈ હતી.
બપોરે ખરીદી પતાવી બાઇક પર ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે જ થયો એક્સિડન્ટ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂના ઉંટરડા ગામે રહેતા કલ્યાણસિંહ રૂમાલસિંહ ઝાલા ઉ.વ.78 તેમના પત્ની અમરતબેન કલ્યાણ સિંહ ઝાલા ઉ.વ.75 તેમના ભત્રીજા ચંદનસિંહ રામસિંહ ઝાલા ઉ.વ 33ની બાઈક પર દહેગામ ખાતે ખરીદી કરવા માટે આવ્યાં હતાં અને બપોરે ખરીદી પતાવી બાઇક પર ઘરે જઈ રહ્યાં હતાં. તે જ સમયે જતા એસ ટી રોડ પર મઢુલી ટી સ્ટોલની આગળ પૂરઝડપે આવેલા ડમ્પરે બાઈકચાલકને ટક્કર મારતાં બાઈક પર સવાર ત્રણ પૈકી એક અમરતબેન કલ્યાણસિંહ ઝાલાના માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું ઘટનાસ્થળે મોત (Accidental Death) નીપજ્યું હતું. જ્યારે બાઈકચાલકને શરીરે ઇજાઓ થતાં બંનેને સારવાર અર્થે દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં.
આ પણ વાંચોઃ દમણથી અંકલેશ્વર જઈ રહેલા એક જ પરિવારના 7 સભ્યોને નડ્યો અકસ્માત, 2 બાળકી સહિત 3ના મોત
પોલીસે ઘટનાસ્થળ પર હાજર રહી કાર્યવાહી હાથ ધરી
પોલીસે ઘટનાસ્થળ પર હાજર રહી કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિકથી ભરપુર વિસ્તારમાં અકસ્માતનો (Accident) બનાવ બનતા એક કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. જો કે આ માર્ગ પર અવારનવાર જીવલેણ અકસ્માતો અવાર નવાર બની રહ્યાં છે. આ રસ્તા પર ફ્રુટ્સ તેમજ શાકભાજીની લારીઓ હોવાથી દબાણો પણ થાય છે. જેથી વધુ ટ્રાફિક થતા તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરાવાયો હતો. અકસ્માતોના કારણે રીંગરોડનું નિર્માણ કાર્ય ઝડપથી કરાવી મોટા વાહનો બાયપાસ કરાવાય તેવી લોકો દ્વારા માગ પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ખેડામાં ખાનગી બસે ધડાકાભેર ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ, 2નો બચાવ