ETV Bharat / state

GPCBના ક્લાસ-1 અધિકારી પાસેથી ACBએ 5 લાખ કરતા વધુ રોકડા રૂપિયા પકડ્યા - GPCB class one officer

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી પાસેથી ગાંધીનગર લાંચરૂશ્વત બ્યુરો દ્વારા રોકડા પાંચ લાખ રૂપિયા પકડવામાં આવ્યાં છે. જેને લઇને GPCB કચેરીમાં સોપો પડી ગયો હતો, જ્યારે ભ્રષ્ટ અધિકારીઓ ફફડી ઉઠ્યા હતાં.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Jul 11, 2020, 11:39 AM IST

ગાંધીનગરઃ શહેરમાં આવેલી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી પાસેથી ગાંધીનગર લાંચરૂશ્વત બ્યુરો દ્વારા રોકડા પાંચ લાખ રૂપિયા પકડવામાં આવ્યાં છે. જેને લઇને GPCB કચેરીમાં સોપો પડી ગયો હતો, જ્યારે ભ્રષ્ટ અધિકારીઓ ફફડી ઉઠ્યા હતાં.

મળતી માહિતી મુજબ, GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી. સુતરેજા ACBનાં સકંજામાં આવી ગયા છે. અધિકારી પાસેથી રૂપિયા 5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી. અધિકારી પાછળ છેલ્લાં એક મહિનાથી ગાંધીનગર ACB ટીમ વોચમાં હતી.

ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની તપાસ કરી હતી. જેમાં અધિકારીબી જી. સુતરેજા પાસેથી લાખોની રોકડ રકમ મળી આવી હતી. બી.જી. સુતરેજા હાલમાં જામનગરમાં ફરજ બજાવે છે. દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇ આવતા હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ બાતમીને આધારે ગાંઘીનગર ACBએ ઓપરેશન પાર પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય એવી આ પ્રથમ ઘટના સામે આવી છે. ACB દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવશે. જ્યારે જામનગર GPCBનાં ઓફિસરની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.