ETV Bharat / state

Gujarat politics: જ્ઞાન સહાયક ભરતી મામલે 'આપ' આક્રમક, ચૈતર વસાવાએ કહ્યું, આગામી દિવસોમાં ભાજપ MP-MLAનો કરીશું ઘેરાવ - આપ નેતા યુવરાજ સિંહ

રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતી નહીં પરંતુ જ્ઞાન સહાયક બાબતે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે, જેને લઈને આમ આદમી પાર્ટી અને જ્ઞાન સહાયકના ઉમેદવારો દ્વારા આ ભરતી પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે સરકારની નીતિનો વિરોધ કર્યો છે અને સરકાર સામે શાબ્દિક પ્રહારો કર્યો છે.

જ્ઞાન સહાયક ભરતી મામલે 'આપ'ની યાત્રા
જ્ઞાન સહાયક ભરતી મામલે 'આપ'ની યાત્રા
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 7:23 PM IST

જ્ઞાન સહાયક ભરતી મામલે 'આપ'ની વિરોધ યાત્રા

ગાંધીનગર: રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતીને બદલે જ્ઞાન સહાયકની ભરતી મામલે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. ત્યારે જ્ઞાન સહાયકના ઉમેદવારો દ્વારા આ ભરતી પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને સરકાર કાયમી ભરતી કરે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પણ જનમંચનો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો હતો, ત્યારે આમ આદમી પાર્ટીના સહયોગથી જ્ઞાન સહાયક ઉમેદવારોએ દાંડીથી ગાંધી આશ્રમ સુધીની ઊંધી યાત્રા શરૂ કરી હતી, જે આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી હતી.

શું કહ્યું યુવરાજસિંહે: આપની દાંડી યાત્રા આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જે તાનાશાહી અને ઊંધા નિર્ણયો લઈ રહી છે, તેના કારણે અમે ઉંધી દાંડી યાત્રા કરી છે, આજે અમારો દાંડિયાત્રાનો આઠમો દિવસ છે, થોડા સમયમાં અમે સાબરમતી આશ્રમ પહોંચીશું, સાથે જ તેમણે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો પણ કર્યા.

આગામી મોટા વિરોધ પ્રદર્શનો કરીશું: યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ યાત્રા આદિવાસી વિસ્તારો માંથી પણ પસાર થઈ હતી, ત્યારે સૌથી વધારે જન પ્રતિસાદ આદિવાસી વિસ્તારમાંથી જ પ્રાપ્ત થયો છે. આવનારા દિવસોમાં પણ મોટા આયોજન કરવામાં આવશે. આમ સત્યાગ્રહ અને સદાગ્રહનું આ પ્રથમ પગથિયું હતું. હજુ પણ આગળના દિવસોમાં મોટા કાર્યક્રમ કરીશું અને વિધાનસભાનો પાયો પણ હચ મચાવાશે. યુવરાજ સિંહે ઉમેર્યુ હતું કે, આવનારા દિવસોમાં આપ દ્વારા અસહકાર કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં સરકાર કોઈપણ સરકારી કાર્યક્રમ કરશે તો તેની સામે અમે અસહકાર કરીશું. તેની સાથે સાથે ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્યનો પણ ઘેરાવો કરવામાં આવશે અને શિક્ષણપ્રધાનનો અને શિક્ષણ સચિવ સુધી પણ જઈશું. આગામી દિવસોમાં મજબૂર કરવામાં આવશે તો અમે ભગતસિંહ અને સુભાષ ચંદ્ર બોઝના માર્ગે પણ ચાલીશુ તેવી પણ ચીમકી યુવરાજસિંહ જાડેજાએ ઉચ્ચારી હતી.

MLA ચૈતર વસાવાએ શું કહ્યું: આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આરોગ્યમાં કરાર આધારિત ભરતી લાવવામાં આવી છે, આ રીતે સરકારને મળતી આવક સરકારના માણસોને કોન્ટ્રાક આપીને કોન્ટ્રાક આધારિત ભરતી કરવામાં આવે છે. અત્યારે યુવાનોનું શોષણ થાય છે ત્યારે શિક્ષણમાં પણ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ અંતર્ગત ભરતી લાવવામાં આવી રહી છે, તેનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરીને કાયમી સરકારી શિક્ષકોની ભરતી થાય તે અમારી માંગ છે.

  1. Navsari News : જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં દાંડીથી અમદાવાદની ઉલટી દાંડી યાત્રા શરુ કરાવતાં આપ MLA
  2. Ahmedabad News : ગુજરાતના આદિવાસીઓમાં શિક્ષણ મુદ્દે સરકાર પર પ્રહાર કરતી આમ આદમી પાર્ટી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.