- આગામી દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે
- 11 વૉર્ડ માટે 23 ઉમેદવારો જાહેર
- અડધું લિસ્ટ તહેવારો પછી જાહેર કરાશે
ગાંધીનગર : આમ આદમી પાર્ટી આગામી 18 એપ્રિલ દરમિયાન ગાંધીનગર કોર્પોરેશનની યોજાવા જઈ રહેલી ચૂંટણીમાં ઉતરશે. જેનું લિસ્ટ આમ આદમી પાર્ટી દ્વારા 11 વૉર્ડ માટે જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, બાકીનું લિસ્ટ પણ આગામી દિવસોમાં હોળી-ધુળેટીના તહેવારો પછી જાહેર થશે. તેવું ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. સુરતમાં 27 સીટ પર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીનું પલડું થોડું ભારે થયું છે ત્યારે ગાંધીનગરમાં પણ તેમણે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. આ સાથે પોતાના આગામી એજન્ડાને લઈને પણ કેટલીક વાત તેમને જણાવી હતી. જો કે લિસ્ટ જાહેર થતા પહેલા તેમને સુંદરકાંડનું આયોજન પણ કર્યું હતું. આ દરમિયાન આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કેટલીક મહત્વની વાત શેર કરી હતી.
લિસ્ટમાં તમામ જ્ઞાતિના ઉમેદવારો સામેલ
આમ આદમી પાર્ટી તમામ જ્ઞાતિના ઉમેદવારો ઉતારી રહી છે. 23ના લિસ્ટમાં જનરલ, એસસી, એસ.ટી, ઓબીસી એમ તમામ જ્ઞાતિના ઉમેદવારો સામેલ કરાયા છે. જેમાં વોર્ડ નંબર નવ અને દસમાં ચાર ઉમેદવારો છે જ્યારે વોર્ડ નંબર, 4, 8 અને11 માં ત્રણ ઉમેદવારો છે બાકીના વોર્ડમાં બે અને એક ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં પણ જ્ઞાતિ.નું રાજકારણ જોવા મળશે.
- આપણ વાંચોઃ 6 મેના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થશે, ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાય તેવી શક્યતા
ઇટાલીયાએ કહ્યું કોરોનામાં ચૂંટણીના થવી જોઈએ
આ સવાલ સરકારને જ પૂછવો જોઈએ કોરોનામાં ચૂંટણી શા માટે? ખરેખર તો ચૂંટણી અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ના થવી જોઈએ પરંતુ બીજેપી ચૂંટણી જીતવાના ઉન્માદમાં આવી ગઈ છે માટે અમારે પણ આવવું પડ્યું. અમે પણ આ માહોલમાં ચૂંટણી ના થવી જોઈએ તેના માટે વિરોધ નોંધાવ્યો હતો.
ઉમેદવારો પાસેથી 2 લાખ રૂપિયા માગવાનો ઇનકાર કર્યો
ઉમેદવારો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે આ વાતનું ખંડન કરતાં ગોપાલ ઇટાલીયા કહ્યું હતું કે, વોટ્સએપ દ્વારા ફરતા થયેલા મેસેજ પર વિશ્વાસ કરવો નહીં. આમ આદમી પાર્ટીને ડોનેશનની અપેક્ષા જરૂર રાખે છે પરંતુ આ વાત ખોટી છે.
ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ કરી વાત
ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ કરી વાત ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી માસીયાઈ ભાઈ છે. એટલા માટે આમ આદમી પાર્ટીને અમે ઉતારી રહ્યા છીએ. ભાજપ કે, કોંગ્રેસના એક પણ ઉમેદવાર અમારી પાર્ટી માટે હજુ સુધી નક્કી કરાયા નથી. જોકે દરેક સારા માણસ માટે આપના દરવાજા ખુલ્લા છે. અન્ય પાર્ટીના કેટલાક ઉમેદવારો સાથે વાત ચાલુ છે સારા નેતાઓ આ પાર્ટીમાં જોડાય તેવું ઈચ્છીએ છીએ તેવું ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.