- જલજીવન મિશન અંતર્ગત હર ઘર જલનાં સૂત્ર સાથે વર્ષ 2022 સુધીમાં રાજયના બાકી રહેતા 17 લાખ ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરૂ પાડવાનું આયોજન કરેલ છે, જે માટે રૂપિયા 724 કરોડની જોગવાઈ કરેલ છે.આગામી 3 વર્ષમાં ભૂગર્ભ જળ આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાના ગામોને પાણીના સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કરેલી છે.
સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાવાળા ગામોને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવા આગામી 3 વર્ષ માટે રૂપિયા 9,300 કરોડનું આયોજન કરેલ છે, જેનાથી 4635 ગામોની સવા કરોડ વસ્તીને લાભ થશે, જેનો લાભ 2200 ગામોના 50 લાખ આદિવાસી નાગરિકોને પણ મળશે.- 'નલ સે જલ' અભિયાન અંતર્ગત ઘરે-ઘરે પાણી પહોંચાડવા ફળિયાઓને મુખ્ય ગામનાં સમ્પથી જોડવાનું, ફળિયા તેમજ ગામ ખાતે જરૂરિયાત મુજબની સંગ્રહ ક્ષમતા ઊભી કરવા આગામી બે વર્ષમાં રૂપિયા 1000 કરોડના કામો હાથ ધરવામાં આવશે. જેના થકી આશરે 8000 ફળિયાઓ મુખ્ય ગામોથી જોડાશે.
- સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભવિષ્યની પાણીની જરૂરિયાતને પહોંચવા નાવડા - બોટાદ - ગઢડા - ચાવંડ, બુઘેલ - બોરડા , ચાવંડ - ધરાઈ - ભે અને ચાવંડ - લાઠી બલ્ક પાઇપલાઇનના કુલ રૂપિયા 1400 કરોડના કામો શરૂ કરવામાં આવશે, જે માટે રૂપિયા 500 કરોડની જોગવાઇ કરેલી છે.
આદિજાતિ વિસ્તારના મહીસાગર, અરવલ્લી, તાપી, પંચમહાલ, દાહોદ તથા નર્મદા જિલ્લાની કુલ 22 લાખ વસ્તીનો સમાવેશ કરતા રૂપિયા 1700 કરોડની, 8 જૂથ પાણી પુરવઠા યોજનાઓ પૂર્ણતાના આરે છે. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ પાણી પુરવઠાના કામો માટે રૂપિયા 850 કરોડની જોગવાઇ કરેલી છે.- સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે કચ્છના માંડવી, દ્વારકા, ગીર સોમનાથ, ઘોઘા અને તેની આજુ-બાજુના વિસ્તારમાં 27 કરોડ લીટર ક્ષમતાના ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરાયેલી છે, આગામી બે વર્ષ દરમિયાન આ પ્લાન્ટના કેપિટલ ફાળા તરીકે રૂપિયા 1080 કરોડની ફાળવણી કરવામાં આવશે.
રિયૂઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત વડોદરા, જામનગર, ગાંધીનગર અને ભાવનગર ખાતે ગંદા પાણીને ટ્રીટ કરી તેને પુનઃઉપયોગમાં લેવા પ્રોજેક્ટ પ્રગતિમાં છે, રાજ્યના અન્ય શહેરોમાં આ યોજનાનો વ્યાપ વધારવા રૂપિયા 100 કરોડની જોગવાઈ કરેલી છે. - ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણી વિતરણ કરવા રૂપિયા 240 કરોડની યોજનાનું આયોજન કરાએલ છે.
ગુજરાત બજેટ 2020-21ઃ પાણી પૂરવઠા વિભાગ માટે રૂપિયા 4317 કરોડની જોગવાઇ
સરકારે શુદ્ધ અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરૂ પાડવા રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ દ્વારા 13, 300થી વધુ ગામો અને 203 શહેરી વિસ્તારો જોડવાની કામગીરી પૂર્ણ કરેલી છે અને ગ્રામીણ વિસ્તારોમાં 78 ટકા ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ હાંસલ કરેલી છે.
પાણી પુરવઠા વિભાગ 2020-21ની કુલ રૂપિયા 4317 કરોડની કરાઇ જોગવાઇ