સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમા જણાવ્યું છે કે, સેક્ટર 22માં 17 બસ સ્ટેન્ડ પાસે આવેલા શાલિન કોમ્પલેક્ષમાં રુદ્ર મોબાઇલની દુકાન આવેલી આવેલી છે. સેક્ટર 26 કિસાન નગર રહેતા કાર્તિક પટેલ આ દુકાનના માલિક છે. ત્યારે ગત 7 જાન્યુઆરીના રોજ નિત્યક્રમ મુજબ દુકાન ખોલી હતી પરંતુ. તેમાં લગાવેલો ઓપો કંપનીનો ડેમો પીસનો મોબાઇલ આશરે કિંમત 14000 રૂપિયા કીંમતનો હતો.
દુકાનમાં રહેલા CCTVની તપાસ કરતા એક શખ્સ 6 વાગ્યાના અરસામાં ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશ કરે કરે છે. દરમિયાન તેની નજરથી ટેબલ ઉપર પડેલો મોબાઇલ પર પડે છે અને મોબાઇલ પોતાના ખિસ્સામાં રાખીને રવાના થઈ જાય છે. આ ધટના CCTVમાં કેદ થાય છે.