ETV Bharat / state

નવલખી બંદર પર 485 મીટરની નવી જેટી નિર્માણ પામશે, ક્ષમતા 8 મિલિયન મેટ્રિક ટનથી 16થી 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે

author img

By

Published : Jun 18, 2021, 8:46 PM IST

રાજ્યમાં કાર્ગો પરિવહનના મહત્વપૂર્ણ બંદર એવા નવલખી બંદર ( navlakhi port ) ખાતે 485 મીટરની લંબાઈની નવી જેટી રૂપિયા 192 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામશે. જેમાં શુક્રવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આ નવી જેટીના નિર્માણ માટે કરવામાં આવેલી રૂપિયા 192 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

નવલખી બંદર
નવલખી બંદર
  • નવલખી બંદરની નવી જેટીના બાંધકામ માટે રૂપિયા 192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ
  • નવલખી બંદરની હાલની 8 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષની માલ પરિવહન ક્ષમતા બમણી 16થી 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ થશે
  • રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 50 કરોડની અંદાજીત આવક વૃદ્ધિ મળશે

ગાંધીનગર : નવલખી બંદર ( navlakhi port ) સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું અને મીઠા, કોલસા તથા સિરામીક, મશીનરી ઉદ્યોગોના માલ-સામાન પરિવહન માટેનું અગત્યનું બંદર છે. નવલખી બંદર ( navlakhi port )ની વર્તમાન માલ-પરિવહન ક્ષમતા 8 મીલિયન મેટ્રીક ટન પ્રતિ વર્ષની છે, તેને ભવિષ્યમાં વધારીને 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે, ભારત સરકાર દ્વારા આ હેતુસર નવેમ્બર-20માં પર્યાવરણ અને CRZ મંજૂરીઓ પણ રાજ્ય સરકારને મળી ગઇ છે.

કઇ રીતે સુધારો વધારો થશે

મુખ્યપ્રધાન રૂપાણીએ નવલખી બંદર ( navlakhi port ) પર 485 મીટરની જેટી નિર્માણના અંદાજિત રૂપિયા 192 કરોડના કામોની જે મંજૂરી આપી છે, તેમાં 100 મીટર લંબાઇ જેટીના કોસ્ટલ કાર્ગો માટે ઉપયોગમાં લેવા મીકેનાઇઝ્ડ સિસ્ટમ સાથેના અંદાજિત રૂપિયા 108 કરોડના ખર્ચે કામો હાથ ધરવામાં આવશે. આ સૂચિત 485 મીટરની લંબાઇની જેટીના કામો પૂર્ણ થતાં નવલખી બંદર ( navlakhi port )ની માલ પરિવહન ક્ષમતા લગભગ 16 મીલીયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થવા પામશે. એટલે કે, આ બંદરની વાર્ષિક માલ પરિવહન ક્ષમતામાં 8 મિલિયન મેટ્રિક ટનનો વધારો થવાનો અંદાજ છે.

50 કરોડની આવક વધશે

2.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ મીઠાનો વધુ કાર્ગો, 4.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ કોલસાનો વધારાનો કાર્ગો અને 1.0 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ સિરામીક, ચિનાઇ માટી તથા મશીનરી ઉદ્યોગો જેવા અન્ય વધારાના કાર્ગોના માલ પરિવહનનો અંદાજિત વધારો થશે. આ માલ પરિવહન ક્ષમતામાં થનારા સંભવિત વધારાને પરિણામે રાજ્ય સરકારને પ્રતિવર્ષ લગભગ રૂપિયા 50 કરોડની વધુ આવક થશે. આ ઉપરાંત ભારત સરકારની સાગરમાલા યોજના ( Sagarmala scheme ) અન્વયે આ જેટીના કામો માટે રૂપિયા 41.30 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.