ETV Bharat / state

વધતા કોરોનાના કેસ સંદર્ભે CM રૂપાણી દ્વારા બેઠક યોજવામાં આવી - Corona News

રાજ્યમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે, ત્યારે અને સતત કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના કેસ સંદર્ભે કોર કમિટીની બેઠકમાં ઉચ્ચ સ્તરીય ચર્ચા હાથ ધરી હતી.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Mar 12, 2021, 9:53 PM IST

  • CM રૂપાણીએ વકરતા કોરોનાનો લઈને ઉચ્ચ સ્તરીય બેઠક કરી
  • છેલ્લા 24 કલાકમાં 715 પોઝિટિવ કેસ નોંધાયા
  • રાજ્યમાં કોરોનાથી 2 ના મોત થયા

ગાંધીનગર : રાજ્યમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે, ત્યારે અને સતત કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના કેસ સંદર્ભે કોર કમિટીની બેઠકમાં ઉચ્ચ સ્તરીય ચર્ચા હાથ ધરી હતી. રોગ નિયંત્રણના તાત્કાલિક ઉપાયો તેમજ કોરોના ગ્રસ્ત વ્યક્તિઓની સારવાર વ્યવસ્થાઓ, હોસ્પિટલ, બેડ બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરો જોડાયા હતા.

રાજ્યામાં કરોનાના કેસમાં વધારો

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત 1500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં આવ્યો હતો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઇન્સનો ખરેચોક ઉલ્લંઘન થયું હતું જેનું પરિણામમાં હવે કોરોના કેસમાં વધારો થયો છે. જેથી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 715 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક પણ મોત નોંધાયુ નથી. નથી.

રાજ્યમાં રિકવરી રેટમાં 96.95

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનારનો રિકવરી રેટમાં પણ વધારો થયો હતો, પણ હવે જે રીતે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી રિકવરી રેટમાં ઘટાડો થયો છે, 24 ફેબ્રુઆરીના રોજ રિકવરી રેટ 97.66 ટકા થયો છે. જ્યારે આજે રિકવરી રેટ 96.95 નોંધાયો છે. આજે છેલ્લા 24 કલાકમાં 495 દર્દીઓ રજા આપવામાં આવી છે, રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 2,68,196 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.

ગાંધીનગર
ગાંધીનગર

18,38,382 લોકોને રસી આપી

16 જાન્યુઆરી થી ગુજરાત રાજ્યમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 18,38,382 પ્રથમ ડોઝ ની રસી આપવામાં આવી છે જ્યારે 4,61,434 લોકોને કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ત્રીજા તબક્કામાં કુલ 1,10,130 લોકોને વેક્સિ આપવામાં આવી છે.

રાજ્યમાં કુલ 4004 એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના ની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4006 કોરોનાના એક્ટિવ કેસ છે જેમાં 51 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 3955 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4420 જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન માં 141 રાજકોટ કોર્પોરેશનમાં 58, સુરત કોર્પોરેશનમાં 183 અને બરોડા કોર્પોરેશનમાં 91 કુલ કેસ આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.