ETV Bharat / state

દેશના ખેડૂતોને ડોલર અને રૂપિયાની કિંમતને આધારે આર્થિક સધ્ધર થાય તે રીતની પોલિસી બનશે: દિલીપ સંઘાણી - MSP was held at Saharkar Bhavan Gandhinagar

ગાંધીનગરના સહકાર ભવનમાં યોજાયેલી બેઠકમાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે દેશના ખેડૂતોને ડોલર અને રૂપિયા ની કિંમતને આધારે આર્થિક સધ્ધર થાય તે રીતની પોલિસી બનશે. આ ઉપરાંત ખેડૂતોને જણસ અને જણસના પ્રોડકટની 1.5 ગણી કિંમત મળશે.

a-meeting-of-central-government-msp-was-held-at-saharkar-bhavan-gandhinagar

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 8:04 PM IST

ગાંધીનગરના સહકાર ભવનમાં યોજાયેલી બેઠક

ગાંધીનગર: વર્ષ 2014 ની લોકસભા ચૂંટણી દરમિયાનથી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનું જાહેરાત કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર 2023માં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ ખેડૂતોની આવક બમણી કરવા બાબતનો પ્રશ્ન કર્યો હતો જેમાં સરકાર પાસે એવી કોઈ પદ્ધતિ ન હોવાનું સામે આવ્યું હતું. આજે ગાંધીનગરના સહકાર ભવનમાં કેન્દ્ર સરકારની MSPની બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં દેશના ખેડૂતોની જણસની કિંમત દોઢ ગણી મળે તે માટેની ખાસ બેઠક યોજાઈ હતી.

ખેડૂતોને જણસ અને જણસના પ્રોડકટની 1.5 ગણી કિંમત મળશે

ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે બેઠક: MSP કમિટીના સભ્ય અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી એ બેઠક બાબતે નિવેદન આપ્યું હતું કે મિનિમમ સપોર્ટની કમિટી કે જે ખેડૂતોને પડતર કિંમત કરતા વધુ 1.5 ગણા ભાવથી MSP ખરીદવાનો નિર્ણય કર્યો હતો તે પ્રમાણે દોઢ ગણી કિંમતથી ખેડૂતોની જણસ ખરીદવામાં આવે તે બાબતની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ કેન્દ્રિય કૃષિ સચિવની અધ્યક્ષતામાં આ કમિટી તૈયાર કરવામાં આવી છે જેમાં દેશભરના અલગ અલગ રાજ્યમાંથી ખેડૂત રક્ષક હિત સાથે કરનાર ખેડૂત અગ્રણીઓ અને અધિકારીઓની એક કમિટી તૈયાર કરવામાં આવી હતી. આ કમિટીમાં અલગ અલગ રાજ્યમાં અને ખાસ કરીને દિલ્હીમાં મળતી રહી છે ત્યારે પ્રથમ વખત ગુજરાતમાં મળી છે.

'સમાન્ય માર્કેટની સરખામણીમાં ખેડૂતોને કેવી રીતે વધુ પ્રાઈઝ મળે છે, જેથી કરીને દુનિયા સાથે ભારતના ખેડૂતો મજબૂત થાય તે બાબતે આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોનું હિતએ કમિટીનો એકમાત્ર લક્ષ છે. ચર્ચા કર્યા બાદ ફાઈનલ રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને આ રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને તેના પર એક કોમન પોલીસી તૈયાર કરીને ખેડૂત વધુમાં વધુ સદ્ધર બને તે રીતનો આયોજન પણ કરવામાં આવ્યું છે.' -દિલીપ સંઘાણી, MSP કમિટીના સભ્ય અને ગુજકોમાસોલના ચેરમેન

દિલીપ સાંગાણી વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતની જણસીમાંથી જે અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ બને છે તે પ્રોડક્ટ બાબતે પણ એક જનરલ પોલિસી તૈયાર કરવામાં આવશે. જેનાથી ખેડૂતોને પણ સીધો ફાયદો થઈ શકે. આમ ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે. ફક્ત એક રાજ્ય નહીં પરંતુ દેશના તમામ રાજ્યો અને તમામ પાકો માટે આ પોલીસી તૈયાર કરવામાં આવશે. જ્યારે ડોલર અને રૂપિયાને અંતર્ગત ખાસ પોલિસી ખેડૂતો માટે બનાવવામાં આવશે.

કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો હતો પ્રશ્ન: કોગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાએ રાજ્ય સરકાર પાસે ખડૂતોની આવકની ગણતરી માટેની વ્યવસ્થા બાબતે સવાલ પુછ્યો હતો જે વિધાનસભા દ્વારા અતાંરાંકિત પ્રશ્નોત્તરીમાં હતો. જે પ્રશ્નમાં 31 માર્ચ 2023ની આખરી સ્થિતિએ વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી તેમજ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડી અને સઘન વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ પગલા લીધા છે ? સરકાર ખેત ઉત્પાદનમાં વધારો કરવાની સાથેસાથે અન્ય કૃષિલક્ષી બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ?

સરકારે આપ્યો લેખિતમાં જવાબ: સરકારે ખેડૂતોની આવક ગણતરી બાબતે રાજ્ય સરકારના કૃષિપ્રધાન પ્રશ્નોત્તરીમાં લેખિતમાં જણાવ્યુ હતું કે, પ્રતિવર્ષે ઘરગથ્થુ ઉત્પાદન આધારે સરકારે ખેડૂતોની આવક નક્કી કરી છે. વર્ષ 2011-12 થી 2021-22 વચ્ચેના ઘરઘથ્થુ ઉત્પાદન વધતાં સરકારનો દાવો છે કે, રાજ્યમાં ખેત ઉત્પાદનમાં 98015 કરોડથી વધીને 2,34,316 કરોડનું ઉત્પાદન થયુ છે. આ આવક આધારે સરકારે ખેડૂતોની આવકની ગણતરી દર્શાવી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત થતા સામાજિક, આર્થિક સમીક્ષા પ્રકાશન મુજબ ગુજરાત રાજ્યની વર્ષ 2011-12 ના ચાલુ ભાવે, વર્ષ 2011-12 થી વર્ષ 2021-22 ઝડપી અંદાજો ના સમયગાળાનું રાજ્યનું કૃષિ ક્ષેત્ર પશુપાલન ક્ષેત્ર સહિતનું એકંદર ઘરઘથ્થું ઉત્પાદન 98,015 કરોડથી વધીને 2,34,316 કરોડ થયેલ છે. આમ, એકંદરે ખેડૂતોની આવકમાં વધારો થવા પામેલ છે.

  1. "ઈન્ડિયા યુકે ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સીક્યુરિટી કોન્ફરન્સ"નો પ્રારંભ, બે દેશના સાયબર એક્સપર્ટ લેશે ભાગ
  2. ઈન્દોરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રોડ શો યોજાશે, રાજ્ય શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોર રોડ શોનું નેતૃત્વ કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.