ETV Bharat / state

વડાપ્રધાન મોદીના આગમન મુદ્દે તથા ગૃહમાં પાસ થયેલા બિલ અંગે ગૃહ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક - PM Modi

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસના દિવસે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે રાષ્ટ્રીય એકતા દિન તરીકેની જાહેરાત કરી છે. ત્યારે 31 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરે તેવી શક્યતાઓને આધારે અને વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગના નવા કાયદાઓ સર્વ સંમતિથી અને વિરોધી જે પસાર કરવામાં આવ્યા છે તેનું અમલીકરણ ગુજરાતમાં ઝડપથી થાય તે માટે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આજે શુક્રવારે બેઠક મળી હતી.

વિધાનસભા
વિધાનસભા
author img

By

Published : Oct 9, 2020, 5:10 PM IST

ગાંધીનગર : ગૃહ વિભાગમાં મળેલી બેઠકમાં સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે વિગતો સામે આવી રહી છે કે, 31મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સંભવિત છે; પરંતુ છેલ્લી ઘડીએ પણ તેમાં ફેરફાર થઇ શકે તેમ છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે કાર્યક્રમ અંતર્ગત ગૃહ વિભાગ દ્વારા અત્યારથી જ સુરક્ષાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દેવા માટેના કાર્યો હાથ ધર્યા છે.

PM મોદીના આગમન અને વિધાનસભા ગૃહમાં પાસ થયેલા નિયમોને લઈને ગૃહ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ગૃહમાં ગૃહવિભાગના ગુંડા એક્ટ, જમીન સુધારણા કાયદો, લેન્ડ એક્ટ જેવા મહત્વના કાયદા પસાર કરવામાં આવ્યા છે. ત્યારે આ પસાર થયેલા કાયદા બાબતે ગુજરાતમાં આ કાયદાઓનું ઝડપથી ઝડપમાં અમલીકરણ થાય તે માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તમામ વિભાગને આદેશ આપ્યા છે

આ કાયદાઓના વિધાનસભામાં પાસ થયા બાદનું કઇ રીતનું સ્ટેટસ છે તે સોમવારથી બુધવાર સુધીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સુપરત કરવાનું હોવાથી પણ શુક્રવારે ગૃહ વિભાગને મળેલી બેઠકમાં વિધાનસભામાં પસાર થયેલા કાયદાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. PM મોદીના પ્રવાસ અને વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવેલા સુધારા કાયદાઓ બાબતે ગૃહવિભાગને ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.