ETV Bharat / state

અમદાવાદમાં 5 વર્ષમાં 96 સરકારી શાળાઓને લાગ્યા તાળા, જ્યારે ખાનગી શાળાઓ ગાંઠતી નથીઃ ગ્યાસુદ્દીન શેખ

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ધારાસભ્યો દ્વારા અનેક પ્રશ્નો અને સમસ્યાઓ પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આજે વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી સરકારી શાળાઓને તાળા લગાવવામાં આવે છે. જેથી રાજ્યમાં વિદ્યાર્થીઓના વાલી આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.

gyasuddin sheikh
author img

By

Published : Jul 25, 2019, 6:52 PM IST

ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા એફઆરસી લાવવામાં આવી છે, પરંતુ એફઆરસી પણ શાળા સંચાલકોની ગુલામ બની માગ્યા મુજબની ફી મંજૂર કરી દેતી હતી. જેથી અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 96 સરકારી શાળાઓ બંધ કરી છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં લગભગ 46 સરકાર હસ્તકની શાળાઓ બંધ કરવામાં આવી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લગભગ 96 શાળાઓ છેલ્લા પાંચ વર્ષની અંદર બંધ કરવામાં આવી છે. તેનું કારણ છે કે, દિવસે-દિવસે સરકારી શાળાઓનું સ્તર કથળતું જાય છે. જેથી સરકારી શાળાઓ છોડી ખાનગી શાળાઓ સુધી જવા લોકો મજબૂર થયા છે. એફઆરસીમાં 35 હજાર સુધીની ફી લેવાની હોય છે, પરંતુ પ્રાઇવેટ શાળાઓ ગાંઠતી નથી અને તોતીંગ ફી વસુલ કરે છે.

ગ્યાસુદ્દીન શેખ

મોટી સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ 1 લાખ સુધીની ફી ઉઘરાવી રહી છે. અત્યાર સુધીમાં 49 શાળાઓની ફરિયાદ સરકારનો મળી છે, પરંતુ સરકારે તેની સામે કડક પગલા લીધા નથી. RTI હેઠળ જે લોકોને એડમિશન મળ્યા છે તે લોકો જ્યારે નામાંકિત શાળાઓમાં જાય છે. ત્યારે સામેથી કહેવામાં આવે છે કે, લેખિતમાં આપી દો કે અમારે આ શાળામાં એડમિશન મેળવવું નથી. આ બાબત મારી સામે આવી હતી, ત્યારે અમે હોબાળો કર્યો હતો, પરંતુ આજે પણ એવા ગરીબ મધ્યમ વર્ગના બાળકો RTI હેઠળ એડમિશન લે છે તેમની સામે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે તે સારી બાબત છે, પરંતુ ઘણા બધા કામ હજુ અધૂરા છે. રિવરફ્રન્ટની ઉપર જે રીતે ગંદકી થાય છે, વૃક્ષના રોપા વાવ્યા હતા તે નિકળી ગયા છે અને ઘણી બધી જગ્યાએ ડ્રેનેજ લાઈન તૂટી ગઈ છે. મોર્નિંગ વોક ઉપર જાય ત્યારે લોકોને ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે.

Intro:હેડીંગ) અમદાવાદમા બે વર્ષમા 96 સરકારી શાળા બંદ કરી, જ્યારે ખાનગી શાળાઓ ગાંઠતી નથી : ગ્યાસુદ્દીન શેખ

ગાંધીનગર,

રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. જ્યારે સરકારી શાળાઓની ખંભાતી તાળા લગાવવામાં આવે છે. પરિણામે રાજ્યમાં વસતો એક બાળકનો વાલી આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. સરકાર દ્વારા એફઆરસી લાવવામાં આવી હતી. પરંતુ એ ફારસી પણ જાણે શાળા સંચાલકોની ગુલામ બની ગઈ હોય તે રીતે માગ્યા મુજબની ફી મંજૂર કરી દેતી હતી. આ બાબતે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભાગૃહમાં સવાલ ઉઠાવ્યો હતો. જેમાં કહ્યું તે અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં સરકારી શાળાઓ બંધ કરી છે. જ્યારે ખાનગી શાળાઓ વાલીઓને ગાંઠતી નથી.Body:રાજ્યની લગભગ છેલ્લા બે વર્ષમાં 46 સરકાર હસ્તકની શાળાઓ બંધ કરવામાં આવી છે અને અમદાવાદની વાત કરું તો અમદાવાદની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની લગભગ 96 શાળાઓ છેલ્લા પાંચ વર્ષની અંદર બંધ કરવામાં આવી છે. એનું કારણ એ છે કે દિવસે ને દિવસે સરકારી શાળાઓનું સ્તર કથળતું જાય છે. હવે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે સરકારી શાળાઓ છોડી ખાનગી શાળાઓ સુધી જવા લોકો મજબૂર થયા છે. શ્રી શેખે ઉમેર્યું હતું કે, એફઆરસીમાં 35 હજાર સુધીની ફી લેવાની હોય છે પરંતુ પ્રાઇવેટ શાળાઓ ગાંઠતી નથી. Conclusion:સેલ્ફ ફાઈનાન્સવાળી શાળાઓએ માઝા મૂકી છે. એક લાખ સુધીની ફી મોટી શાળા ઉઘરાવી રહી છે. 49 શાળાઓની ફરિયાદ સરકાર પાસે મળી છે. સરકારે એની સામે કડક પગલા લીધા નથી. આરટીઇ હેઠળ જે લોકોને એડમિશન મળ્યા છે એવા લોકો જ્યારે નામાંકિત શાળાઓમાં જાય ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે સામેથી લેખિતમાં આપી દો કે અમારે આ શાળામાં એડમિશન મેળવવું નથી. આ બાબત મારી સામે આવી હતી ત્યારે હોબાળો કરવામાં આવ્યો હતો. પરંતુ આજે પણ એવા ગરીબ મધ્યમ વર્ગના બાળકો છે જે આરટીઇ હેઠળ એડમિશન લે છે તેમની સામે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે. શાળાના સંચાલકો દ્વારા રાખવામાં આવતું આ આવું વર્તન ગંભીર બાબત છે.

રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે તે સારી બાબત છે. અમદાવાદની રોનક છે. ઘણા બધા કામ અધૂરા છે. જેની કાળજી લેવાવી જોઈએ તે કાળજી લેવાતી નથી. રિવરફ્રન્ટની ઉપર જે રીતના ગંદકી થાય છે, ત્યાં રોપા વાવ્યા હતા તે ઉખડી ગયા છે, અને ઘણી બધી જગ્યાએ ડ્રેનેજ લાઈન તૂટી ગઈ છે. મોર્નિંગ વોક ઉપર જાય ત્યારે લોકોને હાલાકી થાય છે.

પાણીનો પ્રશ્ન બહેરામપુરા, નારોલમાં તો છે જ, સાથે સાથે સમગ્ર અમદાવાદમાં પીવાના પાણીનો પ્રશ્ન છે. ટેન્કરો દ્વારા અમદાવાદ શહેરમાં મોટાભાગની જગ્યાઓ પર પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ સરકાર હંમેશા જવાબ આપે છે રાજ્યમાં ટેન્કર રાજ ખતમ થઇ ગયું છે. આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ મેગા સીટી કહીએ છીએ પણ ત્યાંય પાણી મળતું નથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.