ETV Bharat / state

વિધાનસભાનું ચોમાસુ સત્રઃ નિમણૂક થયેલ તબીબો પૈકી 77 ટકા તબીબો ફરજ પર હાજર ન હોવાનો વિધાનસભા ગૃહમાં ખુલાસો - Ahmedabad

ગુજરાત વિધાનસભાનું સત્રનો સોમવારના રોજથી પ્રારંભ થઈ ચૂકયો છે, ત્યારે પાંચ દિવસના સત્રમાં કુલ 6 બેઠકો યોજાશે. જેમાં સરકાર દ્વારા 21 વિધેયકો પસાર કરવામાં આવશે, ત્યારે પ્રથમ દિવસે એમ.બી.બી.એસ પાસ થઈને ઇન્ટરનશીપ થયેલ ઉમેદવારોની નિમણુંક બાબતે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.

નિમણૂક થયેલ તબીબો પૈકી 77% તબીબો ફરજ પર હાજર ન હોવાનો વિધાનસભા ગૃહમાં ખુલાસો

author img

By

Published : Sep 22, 2020, 12:20 AM IST

Updated : Sep 22, 2020, 4:49 AM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના દિવસે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા દ્વારા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, સરકારી મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ પાસ થઈને ઇન્ટરનશીપ પૂર્ણ કરેલ બોન્ડેડ ઉમેદવારો છેલ્લા પાંચ વર્ષમાં વર્ષવાર કેટલા હતા, તે અન્વયે બોન્ડની શરત મુજબ ઉપરોક્ત વર્ષવાર કેટલા ઉમેદવારને ગ્રામ્ય વિસ્તારમાં સેવા બજાવવા માટે નિમણૂક આપવામાં આવી હતી.

નિમણૂક થયેલ તબીબો પૈકી 77% તબીબો ફરજ પર હાજર ન હોવાનો વિધાનસભા ગૃહમાં ખુલાસો

જ્યારે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તે પૈકી વર્ષવાર કેટલા ઉમેદવારો હાજર થયા અને આપવામાં આવેલ નિમણૂક પૈકી ઉમેદવાર હાજર ન થયા હોય તો તેમની સામે સરકાર દ્વારા કઇ રીતના પગલાં લેવામાં આવી રહ્યા છે અને પગલા લેવામાં આવ્યા છે, તો કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. તે બાબતને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

સરકારી ઇન્ટરનશીપ તબીબોને લઈ પૂછવામાં આવેલા સવાલના જણાવ્યું કે રાજ્યમાં ઇન્ટર્ન તબીબો ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવામાં નિરસતા દાખવી રહ્યા છે, સરકારે લેખિત જવાબમાં કહ્યું કે નિમણૂક 77 ટકા ઇન્ટર્ન તબીબો ફરજ પર હાજર ન થયા, સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 2700થી વધુ ઇન્ટર્ન તબીબોની નિમણૂક કરવામાં આવી છે. જે પૈકી 2714માંથી 2068 તબીબો ફરજ પર હાજર થયા નથી.

સરકારના આંકડા મુજબ પાંચ વર્ષમાં રાજ્યમાંથી 4539 તબીબોએ MBBSની ડીગ્રી મેળવી છે, જ્યારે બોન્ડેડ ઉમેદવારો બોન્ડની શરત મુજબ ગ્રામ્ય વિસ્તારમાં સેવામાં જોડાયા નથી. તેવા ઉમેદવારો સામે નિયત બોન્ડની રકમ વસૂલ કરવામાં આવી છે, તેવું સરકારે જણાવ્યું હતું.

Last Updated : Sep 22, 2020, 4:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.