ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં IPS અધિકારીઓની અછત જોવા મળી રહી છે. ત્યારે 2019ની બેચના 7 પ્રોબેશનરી IPS ઓફિસરોને ગુજરાત કેડર ફાળવવામાં આવી છે. ત્યારે નવા સાત IPS અધિકારીઓએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી ત્યારબાદ આ તમામ અધિકારીઓની ફિલ્ડમાં અલગ અલગ જિલ્લામાં નિમણૂક કરવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ IPS અધિકારીઓ સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, કાયદો વ્યવસ્થાના રખેવાળ તરીકે તેમને જન સેવાકરવાનો અવસર મળ્યો છે, તેમાં સમાજના અંતિમ છોડના વ્યક્તિને પણ પોલીસ તેની સાથે છે તેવી અનુભૂતિ થાય તેવું દાયિત્વ સેવા કાળ દરમિયાન તેઓ નિભાવે.
આ ઉપરાંત આ તાલીમી IPS અધિકારીઓમાં અમુક અધિકારીઓ ઇજનેરી ડિગ્રી ધારકો છે. તેનો ઉલ્લેખ કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે ટેકનોલોજીનો પોલીસ ફોર્સમાં મહત્તમ ઉપયોગ કરીને મોર્ડન પોલીસ ફોર્સની નામના મેળવી છે. તેમાના યુવાઓ પણ પોતાના જ્ઞાન કૌશલ્યથી વધુ નિખાર આપવા યોગદાન આપી શકે.
આમ આ 7 સોબર અને અધિકારીઓ પોતાની ફરજ નિભાવવા ફિલ્ડમાં જાય તે પહેલા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જે બદલ CM વિજય રૂપાણીએ આ તમામ અધિકારીઓને સમાજ સુરક્ષાની જવાબદારી સંપૂર્ણ ઈમાનદારી અને નિષ્ઠાથી અદા કરવાની શુભેચ્છાઓ આપી હતી.