ETV Bharat / state

અરવલ્લીના 3 તાલુકાના 45 ગામોના 60 તળાવો વાત્રક નદીના પાણીથી ભરાશે, મુખ્યપ્રધાન રૂપાણીએ કરી જાહેરાત - સુજલામ સુફલામ યોજના

વાત્રક નદી ( Vatrak River ) આધારિત જળાશય પર નિર્ભર મેઘરજ, માલપુર તાલુકાને હરિયાળા બનાવવા માટેની રૂપિયા 117 કરોડની ઉદ્દવહન સિંચાઇ યોજનાને મંજૂરી મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani ) આપી છે. 4,695 એકર જમીનને બારમાસી સિંચાઇનો લાભ મળશે. 2016થી 2020ના ચાર વર્ષમાં આદિજાતિ વિસ્તારોમાં કુલ રૂપિયા 6,600 કરોડની 1,644 યોજનાઓથી 5.43 લાખ એકર જમીનમાં સિંચાઇ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય કરાયો છે.

Chief Minister Rupani
Chief Minister Rupani
author img

By

Published : Jun 6, 2021, 4:39 PM IST

  • અરવલ્લીના 3 તાલુકાના 45 ગામોના 60 તળાવો વાત્રક નદી( Vatrak River )ના પાણીથી ભરાશે
  • 4,695 એકર જમીનને બારમાસી સિંચાઇનો લાભ મળશે
  • સિંચાઇ સુવિધા અને પાણીની ઉપલબ્ધતા માટે લેવાયો નિર્ણય

ગાંધીનગર : મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani )એ આદિજાતિ વિસ્તાર અરવલ્લી જિલ્લામાં વાત્રક નદી ( Vatrak River ) આધારિત જળાશયની ઉપરવાસમાં આવેલા મેઘરજ, માલપુર, અને મોડાસાને ખેતીવાડી માટે સિંચાઇની સુવિધા આપવા 117 કરોડ રૂપિયાની ઉદ્દવહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત મેઘરજના 19, માલપુરના 36 અને મોડાસાના 5 તળાવ મળી કુલ 48 ગામોના 60 તળાવો વાત્રક નદીના પાણીથી ઉદ્દવહન સિંચાઇ મારફતે ભરવામાં આવશે. આ સાથે સિંચાઇથી વંચિત એવા 4,695 એકર વિસ્તારને સિંચાઇના પાણીની બારમાસી સુવિધા મળતી થશે. આ યોજનાથી મેઘરજ અને માલપુર તાલુકાના આદિજાતિ વિસ્તારના ખેડૂતને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત થશે.

5,43,067 એકર જમીનમાં સિંચાઇની સવલત પૂરી પાડવામાં આવશે

મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani )એ રાજ્યના 14 જિલ્લાઓમાં 54 તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા વન બંધુઓને સિંચાઇના પાણી તથા પીવાના પાણીની ઉપલબ્ધિ માટે ચાર વર્ષમાં રૂપિયા 6,642 કરોડના માતબર ખર્ચે નાની મોટી 1,644 યોજનાઓ મારફતે કુલ 5,43,067 એકર જમીનમાં સિંચાઇની સવલત પૂરી પાડવાની નિર્ણાયકતા દર્શાવતા આદિજાતિ કલ્યાણની નેમ રાખી છે. રાજ્યના 14 જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના 54 તાલુકાઓમાં આદિજાતિ વિસ્તારો મોટાભાગે ઉંચાઇવાળા લેવલે કે ડુંગરાળ વિસ્તારમાં વસેલા છે. પાણી માટેની સમસ્યા વારંવાર ઉપસ્થિત થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.

મેઘરજ, માલપુર તાલુકાને હરિયાળા બનાવવા રૂપિયા 117.13 કરોડની સિંચાઇ યોજનાને મંજૂરી

તદનુસાર, મુખ્યત્વે 13 મોટી ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ, 344 લીફ્ટ ઇરિગેશન સ્કિમ 238 નાની મોટી સિંચાઇ યોજનાઓ, 432 નાના મોટા ચેક ડેમ તેમજ 617 અનુશ્રવણ તળાવોમાંથી વનબંધુ વિસ્તારોની 5,43,067 એકર જમીનને સિંચાઇનો લાભ પહોંચાડવાની વિવિધ યોજનાઓ પ્રગતિમાં કે પૂર્ણતાના તબક્કે છે. મુખ્યપ્રધાન રૂપાણી( Chief Minister Rupani )એ આવા વનબંધુ વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા માટે હવે વધુ એક સંવેદના પૂર્ણ અભિગમ દર્શાવીને મધ્ય ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકાને હરિયાળા બનાવવા રૂપિયા 117.13 કરોડની ઉદ્દવહન સિંચાઇ યોજનાને મંજૂરી આપી છે. અરવલ્લી જિલ્લામાં આવેલા વાત્રક આધારિત જળાશય ડુંગરાળમાં હોવાથી વરસાદી પાણી નદીમાં વહી જાય છે અને સિંચાઇ કે પીવાના પાણીની સમસ્યા રહે છે. જેથી આ યોજનાને મંજૂર કરી છે.

ખેડૂતો કપાસ, તુવેર, ઘઉ, જેવા પાક માટે પૂરતું પાણી મેળવીને વધુ આવક રળી શકશે

મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani )ના આ નિર્ણયને પરિણામે મેઘરજ માલપુર અને મોડાસા તાલુકાના કુલ 48 ગામોને લિફ્ટ ઇરિગેશનથી સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે પાણી મળતું થશે એટલું જ નહીં ખેડૂતો કપાસ, તુવેર, ઘઉ, મકાઈ જેવા પાક માટે પૂરતું પાણી મેળવીને વધુ પાક ઉત્પાદનથી વધુ આવક રળી શકશે. આ ઉપરાંત ખેડૂતોને હવે ઉનાળામાં પણ પાક લેવાની સરળતા થશે. પશુ પક્ષીઓ અને માનવ વસતીને પીવાનું પાણી પણ પર્યાપ્ત માત્રામાં મળતું થશે. મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani ) દ્વારા સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જલુંદ્રાથી કોજણ ડેમ થઇ હિંમતનગર તાલુકાના રાયગઢ સુધીની ઉદ્દવહન સિંચાઇ યોજનાની રૂપિયા 234.37 કરોડની મંજૂરી આપવામાં આવી છે. જેનાથી સાબરકાંઠા જિલ્લાના 7,400 એકર વિસ્તારને સિંચાઇ સુવિધા પ્રાપ્ત થશે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.