ETV Bharat / state

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 60 અરજી મળી, 5 અરજીમાં પોલીસ ફરિયાદ દાખલ : ગાંધીનગર કલેક્ટર - વિધાનસભા

ધાક-ધમકી આપીને અથવા તો ખોટી રીતે જમીનો પોતાના નામે કરાવી જમીનો પર ગેરકાયદેસર કબ્જો મેળવતા લોકો રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિધાનસભામાં પસાર કર્યો છે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને કાયદો ગુજરાતમાં કાર્યરત થયો હોવાની માહિતી પણ આપી હતી, ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 60 અરજીઓ આવી છે.

ગાંધીનગર કલેક્ટર
ગાંધીનગર કલેક્ટર
author img

By

Published : Jan 30, 2021, 8:25 PM IST

  • ગાંધીનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 60 અરજી
  • 60 અરજી પૈકી 5માં પોલીસ ફરિયાદ દાખલ
  • 41 અરજીઓમાં 16 અરજીની ઇન્કવાયરી પૂર્ણ

ગાંધીનગર : રાજ્યમાં ધાક-ધમકી આપીને અથવા તો ખોટી રીતે જમીનો પોતાના નામે કરાવી જમીનો પર ગેરકાયદેસર કબ્જો મેળવતા લોકો સામે માટે રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિધાનસભામાં પસાર કર્યો છે, જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને કાયદો ગુજરાતમાં કાર્યરત થયો હોવાની માહિતી પણ આપી હતી. ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 60 અરજીઓ આવી છે.

ગાંધીનગર જિલ્લામાં 60 અરજીઓ આવી

ગાંધીનગર કલેક્ટર કુલદીપ કારિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જે કાયદો પસાર કરવામાં આવ્યો છે. તેમાં ગાંધીનગર જિલ્લામાં 60 અરજીઓ કલેક્ટર ઓફિસમાં પ્રાપ્ત થઈ છે. જેમાં 41 અરજીની ઇન્કવાયરી કરવામાં આવી રહી છે. જેમાંથી 16 અરજીની ઈન્કવાયરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 5 અરજીઓના તપાસ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 60 અરજી મળી, 5 અરજીમાં પોલીસ ફરિયાદ દાખલ : ગાંધીનગર કલેક્ટર

સમિતિની બેઠકમાં લેવાય છે, પોલીસ ફરિયાદનો નિર્ણય

પોલીસ ફરિયાદના નિર્ણય બાબતે ગાંધીનગર કલેક્ટર કુલદીપ બારીયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ મળતી ફરિયાદોને બાદ તેના પર સમિતિ દ્વારા તપાસ અને ચર્ચા વિચારણા કરવામાં આવે છે. પોલીસ ફરિયાદનો નિર્ણય પણ સમિતિની બેઠકમાં લેવામાં આવે છે. આમ સમિતિની પ્રથમ બેઠકમાં જ 4 ફરિયાદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી બેઠકમાં 1 પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

5 પોલીસ ફરિયાદ નોંધાઈ

આમ ગાંધીનગર જિલ્લામાં 60 અરજીઓ પૈકી અત્યારે 5 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આગામી સમયમાં પણ વધુ તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદનો નિર્ણય લેવામાં આવશે. જ્યારે અનેક અરજીઓ ખોટી હોવાનું સાબિત થતા તેને દફ્તરે પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.