ETV Bharat / state

ગુજરાતમાં રાજ્યસભા પાર્ટ-2: કોંગ્રેસની ડૂબતી નૈયામાં 5 ધારાસભ્યો તણાયા... - 26 માર્ચના રોજ રાજ્ય સભાની ચૂંટણી

ગુજરાતમાં 26 માર્ચના રોજ 4 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ દ્વારા પૂરતું સંખ્યાબળ નહીં હોવા છતાં ત્રણ ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યાં છે. જેની સામે કોંગ્રેસે 2 ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જેથી હવે રાજ્યનું રાજકારણ ઉનાળાની ગરમીની જેમ તપી ગયું છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના 2 ધારાસભ્યો દ્વારા શનિવારની મોડી રાત્રે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપવામાં આવ્યું હતું.

gandhin
રાજ્યસભા
author img

By

Published : Mar 15, 2020, 1:44 PM IST

Updated : Mar 15, 2020, 3:56 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ભાજપ દ્વારા તાત્કાલિક ધોરણે ખરીદ-વેચાણ સંઘ ઉભો કરવામાં આવે છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને નાણાંની લાલચ આપીને ખરીદી લેવામાં આવે છે. 26 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠક માટે ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમિનને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ અને ભરતસિંહને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેથી ભાજપ વર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે ધારાસભ્યોને ખરીદવા મેદાનમાં આવ્યું છે.

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસની ડૂબતી નૈયામાં 4 ધારાસભ્યો તણાયા...

મળતી માહિતી મુજબ, લીમડીના ધારાસભ્ય સોમા પટેલ અને ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ શનિવારે મોડી રાત્રિએ વિધાનસભાના અધ્યક્ષના બંગલે રાજીનામું આપ્યું હતું. બીજી તરફ ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જે કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર રહ્યાં હતા અને ભાજપનો કેસરીયો ધારણ કરવાની ચર્ચાઓ વચ્ચે રવિવારે રાજીનામું આપી દીધું હોવાની માહિતી મળી રહી છે. આ તમામ ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે, જેની માહિતી વિધાનસભા અધ્યક્ષ દ્વારા સોમવારે વિધાનસભા ગૃહમાં જાહેર કરવામાં આવશે. તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, બ્રિજેશ મેરજા અને કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, અમારા કોંગ્રેસના ધારાસભ્યો અમારી સાથે જ છે. હાલમાં સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમનો સંપર્ક થઈ શકતો નથી. એનો અર્થ એ નથી કે, ભાજપને વોટિંગ કરશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસને તૂટતી બચાવવા કોંગ્રેસના 20 કરતાં વધુ ધારાસભ્યો રાજસ્થાનના એક રિસોર્ટમાં પહોંચી ગયા છે, જ્યારે અન્ય ધારાસભ્યો આજે (રવિવારે) સાંજે 7 વાગ્યે જયપુરમાં આવેલા રિસોર્ટમાં જવા માટે રવાના થશે. હાલ તો રાજકારણ રાજ્યસભાની ચૂંટણીને લઈને ગરમાઈ ગયું છે, પરંતુ એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો સમય અંતરે રાજીનામા આપી રહ્યા છે, ત્યારે સમય બતાવશે કે કોંગ્રેસના 2 કદાવર નેતામાંથી કોની રાજકીય કારકિર્દી સમાપ્ત થાય છે.

Last Updated : Mar 15, 2020, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.