ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા કક્ષાની તારીખ 15 મી ઓગસ્ટની ઉજવણી રામકથા મેદાનમાં કરવામાં આવી હતી. જેમાં રાજયકક્ષાના પ્રધાન મુકેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા, 15 મી ઓગસ્ટ ના ભાષણમાં રાજયકક્ષાના પ્રધાન મુકેશ પટેલે લગભગ 20 મિનિટ જેટલી સ્પીચ આપી હતી જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા કામો ની લોકોને માહિતી આપી હતી. એ દરમિયાન જ પોલીસ પરેડમાં હાજર રહેલા 3 જવાનો ભારે બફારા ને કારણે સ્થળ પર જ ઢળી પડ્યા હતા.
પોલીસ જવાનો: છ સવાર ના 7.30 કલાક થી પોલીસ જવાનો આવ્યા હતા. રામકથા મેદાનમાં રામકથા મેદાનમાં 15 મી ઓગસ્ટના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં હાજર પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો સહીદ કુલ 125 જેટલા જવાનો 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વના કાર્યક્રમો હાજર રહ્યા હતા. પરંતુ ભારે બફારાના કારણે 4 પોલીસ જવાનો કાર્યક્રમ દરમિયાન જ બેભાન થયા હતા અને સ્થળ પર જ ઢળી ગયા હતા. જેથી હાજર રહેલા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરીને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે આ સમગ્ર ઘટના બાબત ETV એ સ્ટેજ ની બાજુમાં મોનિટરિંગ કરી રહેલા પી.આઈ. વી.આર. પટેલ પાસે માહિતી મેળવી હતી.
કેન્દ્ર સરકારના વખાણ કર્યા: ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ માં રાજ્યકક્ષાના પ્રધાનમંત્રી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા જ્યારે આજે 77 માં સ્વતંત્ર દિન નિમિત્તે માત્ર ભૂમિ માટે શહીદી વોર્ડના શહીદીઓને આજે વંદન કરવાનો દિવસ છે તેવું પણ નિવેદન કર્યું હતું ઉપરાંત 14 ઓગસ્ટ 2014 ના રોજ પીએમ મોદીએ દિલ્હી થી સ્વચ્છ ભારત ની જાહેરાત કરી હતી જેમાં ગુજરાત માં સ્વચ્છતા નું જન આંદોલન બની ગયું હોવાનું નિવેદન રાજયકક્ષાના પ્રધાન મુકેશ પટેલે આપ્યું હતું. આ ઉપરાંત ખેડૂતો, વિધાર્થીઓ, રોજગારી, ઉદ્યોગો, આરોગ્ય, તમામ મુદ્દે કેન્દ્ર સર્કસર અને રાજ્ય સરકાર ની કામગીરી બાબતે પ્રજા સંદેશમાં વાત કરી હતી.