અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 100 ટકા થી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. જ્યારે ગઈકાલે સૌરાષ્ટ્રમાં પણ બે કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. રાજ્યમાં ઝોન પ્રમાણે ડેમમાં પાણીનો જથ્થો અને વપરાશમાં લેવા લાયક પાણીનો જથ્થો વધી ગયો છે.
જળાશયોની ગતવર્ષની સરખામણીએ સ્થિતિ
- ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં ગત વર્ષની સરખામણીએ 279.18 mcft પાણીનો જથ્થો નોંધાયો
- ઉત્તર ગુજરાતમાં હાલની સ્થિતિએ 15 જળાશયોમાં 935.29 mcft પાણીનો સંગ્રહ જેની ટકાવારી 48.66 નોંધાઇ
- મધ્ય ગુજરાતમાં 17 જળાશયમાં ગત વર્ષ કરતા 318.81 mcft પાણીનો વધુ જથ્થો નોંધાયો
- મધ્ય ગુજરાતમાં હાલની સ્થિતિએ 2256.03 mcft પાણીનો સંગ્રહ થયો, જેની ટકાવારી 95.82 ટકા થઈ
- દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં ગત વર્ષની સરખામણીએ 3034.51 mcft પાણીનો જથ્થો નોંધાયો
- મધ્ય ગુજરાતમાં હાલ 7516.16 mcft પાણી જેની ટકાવારી 87.15
- કચ્છના 20 જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 209.01 mcft વધુ પાણીનો સંગ્રહ થયો
- કચ્છમાં હાલની સ્થિતિએ 250.42 mcft પાણી છે જેની ટકાવારી 75.37 થઈ
- સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 1708.16 mcft પાણીનો સંગ્રહ થયો
- સૌરાષ્ટ્રમાં હાલની સ્થિતિએ 1903.15 mcft પાણી જેની ટકાવારી 75.00 થાય છે
- રાજ્યના કુલ 204 જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 10180.99 mcft પાણીનો સંગ્રહ થયો
- રાજ્યમાં હાલની સ્થિતિએ 12854.33 mcft પાણી સંગ્રહ થયો જેની ટકાવારી 81.54 થાય છે
- સરદાર સરોવરમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 3702.72 mcft પાણીનો વધુ સંગ્રહ થયો
- સરદાર સરોવરમાં હાલની સ્થિતિએ 8633.49 mcft પાણી જેની ટકાવારી 91.26 થાય છે
રાજ્યના 74 જળાશયો માટે હાઈ એલર્ટ,
- 74 ડેમ 100 ટકા ભરાતા ઓવરફલો થયા,
- 38 ડેમમાં 90 ટકાથી વધુ પાણીની આવક થઈ,
- 15 જળાશયમાં 80 ટકા પાણી સંગ્રહ થયો,
- 10 જળાશયમાં 70ટકાથી વધુ પાણીની આવક નોંધાઇ,
- 16 જળાશયમાં 60 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.