ETV Bharat / state

રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ એલર્ટ પર, અમદાવાદ ગ્રામ્યમાં 100 લોકો ફસાયા - NDRF ટીમ એલર્ટ પર

રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેને ધ્યાનમાં લઇને NDRFની ટીમને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 100 લોકો પાણીમાં ફસાયા હોવાની જાણ થતા SDRFની મદદ લેવામાં આવી રહી છે.

heavy
રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી
author img

By

Published : Aug 24, 2020, 4:01 PM IST

Updated : Aug 24, 2020, 4:34 PM IST

ગાંધીનગર: રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. NDRFના ઉચ્ચ અધિકારી રણવિજયસિંહે જણાવ્યું હતું કે, રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ કાર્યરત છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં સાયકલોન થઈ રહ્યું છે. જેથી એનડીઆરએફની તમામ ટીમને એલર્ટ પર રાખવામાં આવી રહી છે.

heavy
રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદ છે, NDRFના ઉચ્ચ અધિકારી રણવિજયસિંહે જણાવ્યું હતું કે, જ્યારે મોરબીમાં રવિવારે ભારે વરસાદના કારણે ફસાયેલા લોકોને પણ રેસ્ક્યું કરવામાં આવ્યું છે. જ્યારે વધારે વરસાદના કારણે વધુ એક ટીમ સુરેન્દ્રનગર અને મોરબીમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ કલેકટર સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, અંદાજીત 100થી 150 લોકો પાણીમાં ફસાયા હતા પાણીમાં તેમને બહાર કાઢવામાં એસડીઆરએફ ટીમ મોકલવામાં આવી છે. જ્યારે ગાંધીનગર ખાતે વધુ એક ટીમ રીઝર્વમાં રાખવામાં આવી છે. જ્યારે વડોદરામાં પણ એક NDRFની ટીમને રીઝર્વમાં રાખવામાં આવી છે.

ઉપરાંત મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રાયસંગપર ગામમાં ગુજકેટની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું પણ પાણીમાં તણાઇ જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ત્રણ મોત થયા હોવાની પણ વાત રાજ્યના ઈમરજન્સી સ્ટેટ ઓપરેશન સેન્ટર તરફથી માહિતી આપવામાં આવી રહી છે.

રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ એલર્ટ પર

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ફુલ થયા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મેહર થઇ છે.

Last Updated : Aug 24, 2020, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.