ગાંધીનગર: ગુજરાતમાં લાખો યુવાનો સરકારી ભરતી માટેની પરીક્ષાઓની તૈયારી કરે છે. અંતે પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજ્યમાં અનેક એવા કર્મચારીઓ છે. જે વહી નિવૃત્ત થયા હોવા છતાં પણ હજુ પણ સરકારમાં ફરજ બજાવી રહ્યા છે. સરકાર આવા કર્મચારીઓને એક્સટેન્શન આપીને તેમની પાસેથી કામ પણ લઈ રહ્યા છે. આ બાબતને ખુલાસો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં થયો હતો.
નિવૃત્તિ પણ ફરજ પર હાજર: ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સામાન્ય વહીવટ વિભાગ બાબત નો પ્રશ્ન કર્યો હતો. જેમાં સામાન્ય વહીવટ વિભાગમાં વહી નિવૃત્તિ બાદ કરાર આધારિત પૂનમ નિમણૂક કરમાં કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ત્યારે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ સચિવાલયના સામાન્ય વહીવટી વિભાગમાં કરાર આધારિત કુલ 27 કર્મચારીઓને નિમણૂક કરવામાં આવી હતી. જે મુજબ હાલમાં ત્રણ અધિકારીઓ જેવા કે અશોક માણેક, પી.ડી મોદી અને જે. કે ખંભાતી અધિકારીઓને સેવા પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ હજુ પણ 25 જેટલા સચિવ, નાયબ સચિવ, સચિવ સ્ટેનોગ્રાફર, સેક્શન અધિકારી, નાયબ સક્ષમ અધિકારી કક્ષાના અધિકારીઓને વયની વૃદ્ધિ થયા હોવા છતાં પણ સરકારી કરાર આધારિત પૂનમ નિમણૂક કરીને તેમની પાસેથી સેવા લઈ રહ્યા છે.
આ પણ વાંચો Gujarat Budget 2023: ગુજરાતમાં ગેસ સસ્તો, PNG અને CNG ગેસના વેટમાં ઘટાડો કરાયો
રાજ્યમાં 56 IAS ની ઘટ: ગુજરાતનું ખરું સુકાન આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ દ્વારા સંભાળાતું હોય છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા રાજ્યમાં આઈએએસના મહેકમ બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ રાજ્યમાં કુલ 313 જેટલા આઈએએસની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ અન્વયે હજુ પણ 56 જેટલી જગ્યાઓ ખાલી છે. 56 IAS અધિકારીઓની ઘટ સામે આવી છે. જ્યારે 19 જેટલા રાજ્યના આઈએએસ અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટશન પર હોવાનું સામે આવ્યું છે.
342 અધિકારીઓ લાંચિયા: ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એસીબી દ્વારા રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓ વિરોધ કરેલી કામગીરી બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષમાં 31 ડિસેમ્બર 2022 ની પરિસ્થિતિમાં ગુજરાતમાં વર્ગ એક બે ત્રણ અને ચારના કુલ 342 જેટલા કર્મચારીઓ વિરુદ્ધ કામગીરી કરવામાં આવી છે. જેમાં વર્ગ-1 માં 19 કર્મચારીઓ વર્ગ-2 માં 55 વર્ગ 3માં 354 અને વર્ગ-4માં 14 જેટલા કર્મચારીઓ એસીબી દ્વારા ઝડપવામાં આવ્યા છે. આમ સરકારના 27 જેટલા વિભાગમાં કામ કરતા કર્મચારીઓ એસીબીના છટકામાં પકડાયા છે.