ETV Bharat / state

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી : 44 બેઠકો માટે 233 ફોર્મ ભરાયા - gandhinagar municipal corporation election

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 18 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે 44 બેઠકો માટે 233 ફોર્મ અલગ અલગ વૉર્ડમાં ઉમેદવારોના ભરાયા છે. ચૂંટણીનું રિઝલ્ટ 20 એપ્રિલના રોજ જાહેર થશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી : 44 બેઠકો માટે 233 ફોર્મ ભરાયા

author img

By

Published : Apr 2, 2021, 9:30 PM IST

  • 44 બેઠકો માટે ત્રિકોણીયો જંગ
  • 18 એપ્રિલના રોજ મતદાન, 20મીએ રિઝલ્ટ
  • મોટી પાર્ટીઓ દ્વારા ડમી ફોર્મ પણ ભરાયા

ગાંધીનગર : કોરોના વચ્ચે પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપનો ત્રિકોણીયો જંગ જોવા મળશે. જે માટે ભાજપ, કોંગ્રેસ, APP ઉપરાંત બસપા, અપક્ષ સહિતના ઉમેદવારોના 233 ફોર્મ ચૂંટણી માટે ભરાયા છે. 20 એપ્રિલના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 11 વૉર્ડ માટે આ ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે ફોર્મ ભરવા માટે આવેલા ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખ્યું ન હતું. ત્રિકોણીય જંગમાં કેટલાક ડમી ફોર્મ પણ મોટી પાર્ટીઓ દ્વારા ભરાયા હોવાનું સામે આવ્યું છે.

11 વૉર્ડમાં વૉર્ડ નંબર 1 અને 6માં સૌથી વધુ 52 ફોર્મ ભરાયા

44 બેઠકો માટેની યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ ફોર્મ વૉર્ડ નંબર 1માં 26 અને વૉર્ડ નંબર 6માં પણ 26 ફોર્મ ભરાયા છે. જ્યારે સૌથી ઓછા ફોર્મ વૉર્ડ નંબર 7માં 14 ફોર્મ ભરાયા હતા. વૉર્ડ પ્રમાણે જોવા જઈએ તો વૉર્ડ નંબર 2માં 20, વૉર્ડ 3માં 20, વૉર્ડ 4માં 23, વૉર્ડ 5માં 19, વૉર્ડ 8માં 22, વૉર્ડ 9માં 21, વૉર્ડ નંબર 10માં 20 જ્યારે વૉર્ડ નંબર 11માં 22 ફોર્મ ભરાયા હતા.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી : 44 બેઠકો માટે 233 ફોર્મ ભરાયા

AAPમાં 44માંથી 43 ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા

આ આમ આદમી પાર્ટી દ્વારા 44માંથી 43 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. જો કે, એવું પણ સામે આવ્યું છે કે, ભાજપે દરેક વૉર્ડમાં ડમી ફોર્મ ભર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજિત 40 ફોર્મ ભાજપ દ્વારા ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે, તો કોંગ્રેસે પણ કેટલાક જૂજ વૉર્ડમાં ડમી ફોર્મ ભર્યા હોવાની વાત સામે આવી હતી.

કોર્પોરેટર બનવા વિવિધ પક્ષોની હોડ જામી

આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પહેલા ગેરેન્ટી કાર્ડ જાહેર કરાયું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે પણ ચૂંટણી જીતવા માટે અલગ અલગ રણનીતિ અત્યારથી જ બનાવી દીધી છે. ભાજપે નવા જ ચહેરાઓને સ્થાન આપ્યું છે. આ ત્રિકોણીય જંગમાં બસપા દ્વારા 8 ફોર્મ ભરાયા છે, તેમજ અન્ય પક્ષો દ્વારા બાકીના ફોર્મ ભરાયા છે. વોટ કાપવા માટે અપક્ષમાંથી પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

આ પણ વાંચોઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં AAPની પ્રથમ યાદી જાહેર

3 એપ્રિલના રોજ ફોર્મ ચકાસવામાં આવશે

ફોર્મ ભરવાની સાથે ઉમેદવારોના નામોની ઉત્તેજનાનો અંત તો આવ્યો છે, પરંતુ કેટલાક ફોર્મ પાછા પણ ખેંચાશે તેવી શક્યતા છે. ચૂંટણીપંચ દ્વારા 3 એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારે 5 એપ્રિલના રોજ કેટલાક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાશે, કેમ કે, ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 5 એપ્રિલના રોજ છે. જેથી ચૂંટણીના ત્રિકોણીય જંગ વચ્ચેનુ ચિત્ર ત્યારે જ વધુ સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી

મતદાન ઓછુ નોંધાય તેવી શક્યતા

ગાંધીનગર જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોના વચ્ચે ચૂંટણીનો માહોલ જામી રહ્યો નથી. જેથી 20 એપ્રિલના રોજ મતદાન થવાનું છે, ત્યારે બની શકે છે કે મતદાનની ટકાવારી ગયા વર્ષ કરતા ઓછી રહે છે. જો કે ગુરુવારે ફોર્મ ભરવા માટે પહોંચેલા ઉમેદવારોના ટોળા ભેગા થયા હતા. જેમાંથી સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું અને કેટલાક ઉમેદવારોએ માસ્ક પણ મોં પરથી ઉતારી દીધા હતા. કોરોનાના જોખમ વચ્ચે પણ ચૂંટણી લડાઇ રહી છે, ત્યારે મતદાન નિરસતા પણ જોવા મળે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.