ETV Bharat / state

ગાંધીનગર શહેરમાં સૌથી વધુ 13 કેસ, જિલ્લામાં 23 કેસ નોંધાયા

author img

By

Published : Jun 4, 2020, 10:29 PM IST

રાજ્યમાં અનલોક 1.0નો અમલ કરાયા બાદ કોરોના વાઇરસના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં ગુરુવારે અત્યાર સુધીના સૌથી વધુ 13 કેસ સામે આવ્યા છે. જેને લઇને નાગરિકોમાં ફરીથી ફફડાટ ફેલાઈ ગયો છે.

ગાંધીનગર શહેરમાં સૌથી વધુ 13 કેસ સહિત જિલ્લામાં 23 કેસ નોંધાયા

ગાંધીનગર: શહેરમાં ગુરુવારે ઇન્ફોસિટી વિસ્તારમાં વધુ એક નવો કેસ સામે આવ્યો હતો. નર્મદા નિગમમાં ફરજ બજાવતા 58 વર્ષીય આધેડ કોરોનાનો શિકાર બન્યા છે. કોરોના વાઇરસ હવે સચિવાલયને પણ સંક્રમિત કરી રહ્યો છે. આ સાથે જ સેક્ટર 27 આનંદ નગરમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત સેક્ટર 30 છાપરામાં રહેતો અને શાકભાજીની લારી ચલાવતો 20 વર્ષીય યુવક સંક્રમિત થયો છે.

અન્ય કેેસની વાત કરીએ તો સેક્ટર 23 માં રહેતી 31 વર્ષીય મહિલા પોઝિટિવ આવી છે, આ મહિલાના સાસુ અગાઉ પોઝિટિવ આવ્યા હતા. સેક્ટર 15 ફતેપુરામાં કરિયાણાની દુકાન ધરાવતો 40 વર્ષીય યુવક, જ્યારે સેક્ટર 13 બી માં રહેેતી 31 વર્ષીય મહિલા સંક્રમિત થઇ છે. સેક્ટર 24 કેટેગરી મકાનમાં રહેતી 40 વર્ષીય મહિલા જે આઈટીઆઈની કર્મચારી છે એ પણ પોઝિટિવ આવી છે. તો બીજી તરફ 42 વર્ષીય પુરુષ તે પણ કેટેગરી સેકટર-24માં રહે છે તે સંક્રમિત થયો છે .પોલીસ ભવનમાં ફરજ બજાવતી અને સેક્ટર 23માં રહેતી 32 વર્ષીય મહિલા, સેક્ટર 2બીમાં 31 વર્ષીય પુરુષ, સેક્ટર 7 મા 14 વર્ષીય કિશોરી અને સેક્ટર 24 છાપરામાં રહેતા તથા છૂટક મજૂરી કરતી 24 વર્ષીય યુવતી કોરોનાનો શિકાર બની છે.

કલોલ તાલુકામાં આજે બે કેસ સામે આવ્યા છે જેમાં બોરીસણામાં રહેતો 41 વર્ષીય એનેસ્થેટિક તબિબ અને
મોટી ભોંયણના 82 વર્ષીય વૃદ્ધ પોઝિટિવ આવ્યાં છે. જયારે દહેગામ શહેરમા નાયકની ખડકીમાં રહેતી 45 વર્ષીય મહિલા
તેનો પતિ ઝેરોક્ષની દુકાન ધરાવે છે.શ્રીજી સોસાયટીમાં રહેતી 50 વર્ષીય મહિલા તેનો પતિ અનાજનો વેપારી છે. અનુરાધા સોસાયટીમાં રહેતો 32 વર્ષીય યુવાન એડીસી બેન્કમાં નોકરી કરે છે, આ તમામ કોરોનાથી સંક્રમિત થયા છે.

ગાંધીનગરના પાલજ ગામના 24 વર્ષીય અને 40 વર્ષીય રીક્ષા ચાલક, ઉનાવાનો 34 વર્ષીય યુવાન જે અમદાવાદના ઓઢવની ખાનગી કંપનીમાં નોકરી કરે છે તે ઉપરાંત પેથાપુરનો 36 વર્ષીય યુવાન જે સેક્ટર-28માં સિમેન્ટના ગોડાઉનમાં નોકરી કરે છે તે અને નાના ચિલોડાની 38 વર્ષીય એપોલો હોસ્પિટલની સ્ટાફ નર્સ અને 44 વર્ષીય બિલ્ડર પણ પોઝિટિવ આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.