ETV Bharat / state

Coconut plantation in Gujarat : ગુજરાતમાંથી અનેક રાજ્યમાં કરવામાં આવે છે નારિયેળની નિકાસ, વર્ષે કુલ આટલા હેકટરનું થાય છે વાવેતર - ગુજરાતમાં નાળિયેરનું વાવેતર

સમગ્ર વિશ્વમાં 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. આ દરિયા કિનારે નારિયેળની ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે. છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં નાળિયેરીનું વાવેતર 4,552 હેક્ટરમાં થયું છે. વર્ષ 2012-13માં નાળિયેરનું વાવેતર વિસ્તાર 21,120 હેક્ટર થયું હતું, જે વર્ષ 2022-23માં વધીને 25,672 હેક્ટરે પહોંચ્યું છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 10:30 PM IST

Updated : Sep 2, 2023, 11:38 AM IST

ગાંઘીનગર : ભારતીય સંસ્કૃતિમાં નાળિયેરને શ્રીફળનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. આ કલ્પવૃક્ષ સમાન ફળ મનુષ્યના સ્વાસ્થ્ય વર્ધનમાં અનેક રીતે આશિર્વાદરૂપ બને છે. તે માત્ર શક્તિવર્ધક પીણું કે શુભ પ્રસંગોમાં પ્રસાદ નથી બની રહ્યું, તેની સતત મૂલ્ય-વૃદ્ધિ થઈ રહી છે. નાળિયેરની મૂલ્યવૃદ્ધિ કરી તેમાંથી તેલ, વર્જિન કોકોનટ ઓઈલ, નાળિયેરનું દૂધ, કોકોનટ કુકી, કોકોનટ બરફી, વિનેગર, ફ્લેક્સ, ચિપ્સ, ઓઈલ કેક અને નીરા વગેરે બનાવી શકાય છે.

નાળિયેરથી થાય છે, અનેક ફાયદાઓ : નાળિયેરના તેલનો ઉપયોગ ખાદ્ય તેલ ઉપરાંત ટોયલેટરી અને અન્ય ઉદ્યોગોમા પણ થાય છે. નાળિયેરના દૂધનો ઉપયોગ એલર્જી માટેના ઔષધોમાં પણ થાય છે. દરેક જૂથ માટે ઉપયોગી એવા નાળિયેરના દૂધનો ઉપયોગ નવજાત શિશુને પીવડાવવામાં વિશેષ રીતે કરવામાં આવે છે. નાળિયેરનું દૂધ ડાયાબિટિસ, સ્થૂળતા, પિત્તાશયના રોગ, સ્વાદુપિંડનો સોજામાં ઉપયોગી છે. રાજ્યમાં નાળિયેરીનું ઉત્પાદન વધતા પ્રોસેસિંગ થકી તેનું મૂલ્યવર્ધન કરી નાળિયેર પાણીનાં ટેટ્રાપૅક/બૉટલ, નાળિયેર મિલ્ક પાવડર, નાળિયેર તેલ, નીરો, કોયર જેવા અનેક ઉત્પાદનો માટેની પણ વિપુલ સંભાવના છે.

રાજ્યમાં નાળિયેરનું વાવેતર વિસ્તાર 25 હજાર હેક્ટરે પહોંચ્યું છે. જ્યારે તેનું ઉત્પાદન 21.42 કરોડ જેટલું છે. નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે. ગુજરાત સરકારે “ગુજરાત નાળિયેર વિકાસ કાર્યક્રમ” અમલી બનાવ્યો છે. જેના માટે બજેટમાં રૂપિયા 403.30 લાખની જોગવાઈ કરવામાં આવી છે. - બાગાયત નિયામક પી.એમ. વઘાસિયા

રાજ્યમાં ઉત્પાદન થતા કુલ નાળિયેરમાંથી 20 ટકા નાળિયેરનું ત્રોફા તરીકે, જ્યારે 42 ટકા નાળિયેરનું પાકા નાળિયેર તરીકે ઉત્પાદન થાય છે. 5 ટકા ખેડૂતો પોતાના માટે અને બીજ તરીકે નાળિયેરનું ઉત્પાદન કરે છે. ગુજરાતમાંથી 33 ટકા નાળિયેર દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ થાય છે. - સંયુક્ત બાગાયત નિયામક, બિપિન રાઠોડ

નાળિયેર ઉત્પાદન કરતા ખેડૂતોને સહાય : રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો નાળિયેરની ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી વિવિધ પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં ગુજરાત નાળિયેર વિકાસ કાર્યક્રમ હેઠળ નાળીયેરી ખેડૂતને વાવેતર માટે ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂપિયા 37,500 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય તરીકે આપવામાં આવે છે. આ સહાય બે હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫ન માટે ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ 5000 રૂપિયા પ્રતિ હેકટરે સહાયપેટે આપવામાં આવે છે. રાજ્ય પ્લાન યોજના અંતર્ગત નાળિયેરીના પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે ખર્ચના મહતમ 90 ટકા મુજબ રૂપિયા 13,000 પ્રતિ હેક્ટરે સહાય તરીકે ચૂકવાય છે.

રાજ્યમાં કોકોનેટ ડેવલપેન્ટ બોર્ડ કાર્યરત : નાળિયેરની ઉત્પાદન વૃદ્ધિ માટે કેન્દ્રના પ્રયાસો કરવામાં આવે છે. જેમાં 2 સપ્ટેમ્બર 2022ના રોજ જૂનાગઢ ખાતે કોકન્ટ ડેવલોપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બાબતે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડના ઈન્ચાર્જ અજય કુમારે જણાવ્યું હતું કે, કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડના પ્રયાસોને પગલે નાળિયેરના વાવેતર વિસ્તારમાં 1,708 હેક્ટરની વૃદ્ધિ થઈ છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં નાળિયેરના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2017થી આજ દિન સુધી રૂપિયા 444.05 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઈન્ટિગ્રેટેડ પ્રોડક્ટીવીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ રૂપિયા 377 લાખના ખર્ચે 2,295 હેક્ટરમાં નવા ડેમોસ્ટ્રેશન પ્લોટ વિકસિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બોર્ડ દ્વારા રૂપિયા 5.41 લાખના ખર્ચે 10 ઓર્ગેનિક ખાતર એકમ પણ શરુ કરવામાં આવ્યા છે. કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની વિવિધ યોજનાઓનો લાભ 4,000થી વધુ લાભાર્થીઓને મળ્યો છે.

  1. World Coconut Day 2023: સ્વાસ્થ્ય અને સંસ્કૃતિમાં નાળિયેળના અનેક યોગદાનો, જાણો વિશ્વ નારિયેળ દિવસ ઉજવવા પાછળનું કારણ
  2. પૂજાપાઠ અને નારિયળ ફોડી કોવિશિલ્ડ વેક્સીનના જથ્થાનું સુરતમાં સ્વાગત

Last Updated : Sep 2, 2023, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.