- 1277 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
- 190,858 લોકોનું રસીકરણ કરાયું
- 775 થી વધારી 958 ધન્વંતરી રથ કાર્યરત કરાયા
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એક સમયે 300 જેટલા કેસ આવતા રાજ્યના કોરોના કેસ આ પ્રકારની પરિસ્થિતિ રહી તો 2,000ના આંકને પણ વટાવે તો નવાઈ નહીં. નવા કેસમાં અમદાવાદ 506, સુરતમાં 480 જેટલા કેસ છે, વડોદરામાં 145, રાજકોટમાં 130 એમ શહેરના દરેક જિલ્લામાં આ કેસ નોંધાયા છે.
રસીકરણ કરવાની પ્રક્રિયા પણ પૂર જોશ
રાજ્ય સરકાર જણાવવામાં આવ્યું કે, મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિનો covid-10 ટેસ્ટ ફરજીયાત કરાયો છે. આ સાથે જ ધન્વંતરી રથની સેવાઓને વધુ સુદ્રઢ કરવામાં આવી છે. 775થી વધારી 958 ધન્વંતરી રથ કાર્યરત કરાયા છે. રસીકરણ કરવાની પ્રક્રિયા પણ પૂર જોશમાં વધારવામાં આવી રહી છે. આગામી 1 એપ્રિલથી 45 થી વધુ વયની વ્યક્તિઓને રસી અપાશે.
અમદાવાદમાં 506 કેસ જ્યારે સુરતના 480 કેસ નોંધાયા
બુધવારના રોજ 24 માર્ચના રોજ અમદાવાદમાં 506 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 480 કેસ નોંધાયા હતા. આ 2 શહેરના જ કેસ વધુ નોંધાયા છે. જ્યારે આ બે શહેરમાં જ 8માંથી 4 લોકોના મૃત્યુ કોરોનાના કારણે થયા છે. જ્યારે રાજકોટ, જામનગર, વડોદરા, ગાંધીનગરમાં એક એક લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યનો રિકવરી રેટ 95.45 ટકા જેટલો
રાજ્યભરમાંથી 1277 દર્દીઓ સાજા થયા છે આ સાથે રાજ્યનો રિકવરી રેટ 95.45 ટકા જેટલો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ, ડોક્ટરોના સઘન પ્રયાસોના લીધે 2,78,880 દર્દીઓએ કોરાનાને માત આપી છે. અત્યારની પરિસ્થિતિને જોતા લોકો હોસ્પિટલો કરતા ઘરે હોમ આઇસોલેટ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
કોરોનાના લક્ષણોનો નવો સ્ટ્રેન સામે આવ્યો
કોરોનાના લક્ષણો નવો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાનો યુકે અને આફ્રિકાના સ્ટ્રેનના કેસ મળ્યા બાદ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જોવા મળતા હતા. પરંતુ નવા સ્ટ્રેનમાં આ લક્ષણો દેખાતા નથી પરંતુ હાથની આંગળીઓ અને પગના ટેરવાને ફિક્કા પડી જવા ખંજવાળ આવવી જેવા લક્ષણો સુરત શહેરમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવદમાં ફેમિલીના તમામ સભ્યોને કોરોના થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.