ETV Bharat / state

વિધાનસભાના પ્રથમ દિવસે કોંગ્રેસનું સૂત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોકઆઉટ

આજે 15મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર(15th Gujarat Assembly Session) મળ્યું હતું. જો કે વિધાનસભાના પહેલા દિવસે કોંગ્રેસે હોબાળો કરી ગૃહમાંથી વોકઆઉટ(Congress mlas walk out from the assembly house) કર્યું હતું. વિરોધ પક્ષને ન્યાય આપોની માગ સાથે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વોક આઉટ બાદ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા કાર્યપ્રણાલીને લઈને સવાલ ઉઠાવ્યા હતા.

author img

By

Published : Dec 20, 2022, 2:28 PM IST

Updated : Dec 20, 2022, 3:57 PM IST

વિધાનસભાના પહેલા દિવસે કોંગ્રેસે હોબાળો કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું
વિધાનસભાના પહેલા દિવસે કોંગ્રેસે હોબાળો કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું
વિધાનસભાના પ્રથમ દિવસે કોંગ્રેસનું સૂત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોકઆઉટ

ગાંધીનગર: આજે 15મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર(15th Gujarat Assembly Session) મળ્યું હતું. વિધાનસભા પરિસરમાં કોંગી ધારાસભ્યોએ નારેબાજી(Congress mlas shouted slogans in the assembly premises) કરી હતી. રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ અંગે પણ કોંગ્રેસે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે કામકાજ સલાહકાર સમિતિની રચના વગર વિધાનસભા ગૃહની કામગીરી નક્કી ન થઈ શકે.

વિધાનસભાના પ્રથમ દિવસે હોબાળો: આજે 15મી વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. જો કે વિધાનસભાના પહેલા દિવસે કોંગ્રેસે હોબાળો કરી ગૃહમાંથી વોકઆઉટ(Congress party walk out from the assembly house) કર્યું હતું. વિરોધ પક્ષને ન્યાય આપોની માગ સાથે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

પોઈન્ટ ઓફ ઓર્ડર: રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ અંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. મહત્વનું છે ક રાજ્યપાલના આભાર પ્રવચનની કોપી ન મળી હોવાથી આભાર પ્રસ્તાવ અંગે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો છે. આજે સરકારી વિધેયકને પ્રાથમિકતા આપી આભાર પ્રસ્તાવ પર ચર્ચા અન્ય દિવસે કરવા વિનંતી કરવામાં આવી હતી. જો કે હોબાળા બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં શંકર ચૌધરી બિનહરીફ અધ્યક્ષ તરીકે નિમાયા

વોક આઉટ બાદ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, કામકાજ સલાહકાર સમિતિની રચના થઈ નથી. તેના વગર વિધાનસભા ગૃહની કામગીરી નક્કી ન થઈ શકે. સંસદીય બાબતોના પ્રધાન અમારી ચિંતા કરે છે એ યોગ્ય છે પણ નિયમોનું પાલન કરે તે પણ જરૂરી છે.

નિયમોનો ભંગ: કોંગ્રેસના વોક આઉટ મુદ્દે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે આ ચર્ચા નિયમોના ભંગ સમાન છે. કામકાજ સલાહકાર સમિતિની બેઠક વગર કામકાજનો એજન્ડા નક્કી ન થઈ શકે. નિયમોનો પહેલા જ દિવસે ભંગ થઈ રહ્યો છે. અમે નેતા નક્કી નથી કર્યા પણ શાસક પક્ષે પણ નામ નથી માંગ્યા. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે, કામકાજ સલાહકાર સમિતિમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા ક્યારે કરવાની છે તે પણ થઈ નથી. માત્ર 2 કે 3 કલાક માં પૂરું કરવાનું આયોજન છે. પ્રજાનો અવાજ વિધાનસભામાં મૂકવાનો હોય છે તેનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. નિયમોના ઉલ્લંઘન કરવામાં આવ્યું માટે પ્રથમ દિવસે વોક આઉટ કરી વિરોધ કર્યો છે. રાજ્યપાલ અને અધ્યક્ષને પત્ર લખીને ફરિયાદ કરીશુ. અમારી પાર્ટીએ ઠરાવ કરીને નામ મોકલવાના હોય છે. તેની સૂચના અધ્યક્ષ શાસક અને વિરોધ પક્ષને કરવામાં આવતી હોય છે. 1 દિવસમાં ચર્ચા પૂરી કરવાની શક્ય જ નથી.વોક આઉટ બાદ વિધાનસભા પરિસરમાં કોંગી ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પક્ષને ન્યાય આપોની માગ સાથે નારેબાજી કરી હતી.

આ પણ વાંચો: દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત કરો, આણંદના સાંસદની લોકસભામાં માગ

Last Updated : Dec 20, 2022, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.