ETV Bharat / state

કોરોના કહેરઃ રાજ્યમાં 4 શહેરના 15 વિસ્તાર ક્વોરેન્ટાઈન: જયંતિ રવિ - Quarantine

રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 146 પર પહોંચ્યો હતો. જેમાં સુરતમાં 2 કેસ સામે આવ્યા હતાં, જ્યારે બરોડામાં એક મૃત્યુનું નિપજ્યું હતું. કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી રાજ્ય સરકારે કુલ 4 શહેરના 15 જેટલા વિસ્તારોને કડકરીતે લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

15 areas of 4 cities will strictly Quarantine : Jayanti Ravi due to corona virus effect
કોરોના વાઈરસને કારણે 4 શહેરના 15 વિસ્તાર ક્વોરેન્ટાઈન: જયંતિ રવિ
author img

By

Published : Apr 7, 2020, 8:10 AM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં સોમવારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 146 પર પહોંચ્યો હતો. જેમાં સુરતમાં 2 કેસ સામે આવ્યા હતા, જ્યારે બરોડામાં એક મૃત્યુનું નિપજ્યું હતું. જ્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસ તબલીગી જમાતના કારણે સામે આવ્યા હોવાથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કુલ 4 શહેરના 15 જેટલા વિસ્તારોને સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રીતે કોરોના વાઈરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. આંકડા સામે આવ્યાં છે, જેને ધ્યાનમાં લઈ અને આગમચેતીના ભાગરૂપે રાજ્યના 14 વિસ્તારને સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવી રહ્યાં છે. જેમાં અમદાવાદ, સુરત, ભાવનગર અને બરોડાના વિસ્તારનો સમાવેશ થાય છે. આમ સુરતના 3 વિસ્તાર, બરોડા 2 વિસ્તારમાં, અમદાવાદના 5 વિસ્તારના 8 લોકેશન સ્ટ્રીક્લી લોકડાઉન કરાશે.

રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી આરોગ્ય કાર્ડ અને માઁ અમૃતમ કાર્ડનો જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે લોકોના કાર્ડ 31 માર્ચ 2019ના રોજ પૂર્ણ થઇ ગયા હોય, તેમના ત્રણ મહિનાનો વધુ સમયની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલે કે હવે જે કોઈપણના માઁ વાત્સલ્ય કાર્ડ અને માં મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ 30 જૂન સુધી કાર્યરત રહેશે.

અમદાવાદના ક્યાં વિસ્તાર ક્વોરેન્ટાઈન કરાયો...

• ધ્રુવનગર દાણીલીમડા - 2755 વસ્તી
• રાસુલાબાદ રોડનો પટ્ટો દાણીલીમડા - 2600 વસ્તી
• બાપુનગર-રખિયાલ - 2324 વસ્તી
• હીરાબાગ અંબાવાડી - 743 વસ્તી
• ચમડિયા વાસ જમાલપુર - 1367 વસ્તી
• માતાવાળી પોળ દરિયાપુર- 720 વસ્તી
• મલેકશાહ મસ્જિદ દરિયાપુર - 750 વસ્તી
• ક્રિસ્ટલ ફ્લેટ જમાલપુર - 2816 વસ્તી
• કુલ 14,705 લોકોને 5 વિસ્તારમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.