ગાંધીનગર : સસ્ટેનેબલ MICE : એમ્પાવરિંગ ઇવેન્ટ્સ ટુવર્ડ્સ અ 5 ટ્રિલિયન ઈકોનોમી થીમ સાથે ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે 14 મા કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવનું (CIC) આયોજન કરવામાં આવ્યું હતું. 7 થી 9 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી આ ઈવેન્ટનો હેતુ મિટિંગ્સ, ઈન્સેન્ટીવ, કન્વેન્શન અને એક્ઝિબિશન (MICE) માટે ભારતને પ્રીમિયર ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવાનો હતો.
કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવ : ટુરિઝમ કોર્પોરેશન ગુજરાત લિમિટેડ અને ધ ઈન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યુરો (ICPB) દ્વારા સંયુક્ત રીતે આયોજીત ઇવેન્ટના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા સહિત અન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત MICE ફિલ્મ અને ઇન્ક્રેડિબલ ઇન્ડિયા- MICE ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ICPB ગુજરાત ચેપ્ટરની રચના જેવી મહત્વની જાહેરાત અને મીટ ઇન ગુજરાત સબ-બ્રાન્ડની રજૂઆત કરવામાં આવી હતી.
વિવિધ સંસ્થાઓ સાથે MOU : ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ (TCGL) અને ICPB ના અધિકારીઓએ ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઈમ્યુનોહેમેટોલોજી, ઇન્ડિયન એન્ડોડોન્ટિક સોસાયટી, એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા અને ફાયર સેફ્ટી એસોસિએશન ઓફ ઈન્ડિયા સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. ઉપરાંત ઈન્ટરનેશનલ કોંગ્રેસ અને કન્વેન્શન એસોસિએશન સાથે આંતરરાષ્ટ્રીય એમઓયુ કરવામાં આવ્યા હતા. મરણોપરાંત ICPB હોલ ઓફ ફેમ એવોર્ડથી સ્વર્ગસ્થ ગિરીશ ક્વાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું.
મીટ ઈન ઈન્ડિયા સત્ર : આ કોન્ક્લેવના બીજા દિવસની શરૂઆત મીટ ઈન ઈન્ડિયાથી થઈ હતી. ICCA ના CEO સેંથિલ ગોપીનાથ દ્વારા આ સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું. સીટી- બેઝડ્ કન્વેન્શન બ્યુરો દ્વારા MICE ની ક્ષમતાનો ઉપયોગ કરવા અને ભારતને એક અગ્રણી MICE સ્થાન તરીકે સ્થાપિત કરવા માટેની વ્યૂહરચના ઘડવા પર ચર્ચા કરવામાં આવી હતી. પેનલે MICE ક્ષેત્રે ભારતની વૈશ્વિક સ્થિતિને મજબૂત કરવા માટે સરકારી સમર્થન, ભંડોળ અને સિસ્ટમેટીક માર્કેટિંગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
વિવિધ મુદ્દાઓ પર ચર્ચા : ત્યારબાદ આઇકોનિક ગુજરાત : કલ્ચર, નેચર, હેરિટેજ એન્ડ MICE પોટેન્શિયલ વિષય આધારિત સત્ર યોજાયું હતું. જેમાં ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આવકારદાયક આતિથ્ય પર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્રીજા સત્રમાં સસ્ટેનેબલ MICE : નર્ચરિંગ જેન્ડર ઇક્વાલિટી ફોર એમ્પાવરિંગ ધ ફ્યુચર વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોર્પોરેટ ક્ષેત્રમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અને સમાન તકો પૂરી પાડવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
કોન્ક્લેવ સફળતાપૂર્વક સંપન્ન : ITC લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નકુલ આનંદની આગેવાની હેઠળનું અંતિમ સત્ર સસ્ટેનબિલિટી ઇન ધ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી વિષય પર યોજાયું હતું. જેમાં આબોહવા પરિવર્તનની અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ઇવેન્ટ પ્લાનિંગ ક્ષેત્રમાં જવાબદાર પસંદગીઓને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજા દિવસે સ્પોન્સરશિપ અને બિડિંગની તક શોધવા ભારતની સપ્લાય-સંચાલિત MICE સ્પર્ધાત્મકતા વધારવા અને MICE ઉદ્યોગના વિકાસ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સમાપન સત્રની અધ્યક્ષતા ગુજરાત સરકારના પ્રવાસન સચિવ IAS હારિત શુક્લા દ્વારા કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય રોડ શોની જાહેરાત : કોન્ક્લેવની સફળતા માટે પ્રતિનિધિઓ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા અમરેશ તિવારીએ ICPB ના ગુજરાત ચેપ્ટરની શરૂઆત અંગે જાહેરાત કરી અને આંતરરાષ્ટ્રીય રોડ શો માટેની યોજનાઓની રૂપરેખા આપી હતી. હારિત શુક્લાએ ભારતના MICE સ્થળોમાં રાજ્યને અગ્રણી સ્થાન પર પ્રમોટ કરવા માટે ગુજરાત ટુરિઝમ તરફથી અડગ સમર્થન માટે ખાતરી આપી હતી.
ગુજરાત બન્યું MICE ડેસ્ટિનેશન : સમાપન સત્ર સાથે 14 મા કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવનું સફળતાપૂર્વક સમાપન થયું અને પૂર્વનિર્ધારિત સમયમર્યાદામાં ICPB ના ગુજરાત સ્ટેટ ચેપ્ટરની સ્થાપના કરવામાં આવી. કન્વેન્શન સ્થળોના વર્ગીકરણ માટે ધોરણો સ્થાપિત કરવામાં આવશે. MICE હિતધારકોની તમામ કેટેગરીમાં પ્રતિભાઓને માન્યતા આપવા માટે નેશનલ MICE એવોર્ડ રજૂ કરવામાં આવ્યા. આ કોન્ક્લેવ રાજ્યમાં MICE ઉદ્યોગના વિસ્તરણ માટે કેન્દ્રિત અને સર્વગ્રાહી યોજના બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું છે.
ICPB : ઇન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યુરો (ICPB) એ ભારતને પસંદગીના MICE સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે સમર્પિત રાષ્ટ્રીય સંસ્થા છે. 14 મી કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવની સફળતા બાદ ICPB અસરકારક અને ટકાઉ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં ભારતને વિશ્વ લીડર તરીકે સ્થાપિત કરવાના તેના મિશન માટે પ્રતિબદ્ધ છે.