ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,097 પોઝિટિવ કેસ નોંધાયા - ahmedabad news

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, એક પણ શહેર અને જિલ્લામાં હોસ્પિટલની અંદર જગ્યા ખાલી ના હોવાની ફરીયાદો સામે આવી રહી છે. આજે શનિવારે છેલ્લાં 24 કલાકની અંદર 14,097 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે આજદિન સુધી સૌથી વધુ 152 જેટલા મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,097 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Apr 24, 2021, 9:27 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • 6,479 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 152 દર્દીઓના મોત નિપજ્યા
  • સૌથી વધુ મોત અમદાવાદ અને સુરતમાં 25 દર્દીના મોત નોંધાયા
  • અમદાવાદમાં માં કોરોના બેકાબૂ

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડના દર્દીઓને એક બેડ મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે અને સિવિલ હોસ્પીટલમાં કલાકો સુધીનુ વેઇટિંગ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,617 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1,585 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં 25 જેટલા નોંધાયા છે. જ્યારે સુરતમાં 2,321, રાજકોટમાં 462 અને બરોડામાં 523 પોઝિટિવ કેસ નોંધાયા છે.

6,479 દર્દીઓએ કોરોનાને માત આપી
6,479 દર્દીઓએ કોરોનાને માત આપી

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,804 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં આજે શનિવારે કેટલા નાગરિકોનું થયું રસીકરણ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે કુલ 1,69,366 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 92,99,215 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 18,71,782 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ સમગ્ર રાજ્યમાં કુલ 1,11,70,997ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળ્યું નથી. જ્યારે રિકવરી રેટ પણ ઘટીને 76.38 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,67,972 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 12 હજારથી વધુ કેસ, 125 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,07,594 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 396 વેન્ટિલેટર પર અને 1,07,198 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 6171 નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.