ETV Bharat / state

અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે વર્ષમાં 28 ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાની ઘટનાઓ બની, 14 લોકોના મૃત્યુ થયા

ઔદ્યોગિક એકમોમાં અવાર નવાર આગની ઘટનાઓ બનતી હોય છે. બે વર્ષમાં અમદાવાદ અને સુરતમાં જ 28 ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાની ઘટનાઓ છેલ્લા બે વર્ષમાં બની છે. જેમાં 14 લોકોના મૃત્યુ થયા છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.

વિધાનસભા
વિધાનસભા
author img

By

Published : Mar 22, 2021, 3:10 PM IST

  • અમદાવાદમાં 15 વાર આગની ઘટના બની
  • અત્યાર સુધી બ્લાસ્ટની ઘટના નહીં
  • અમદાવાદમાં 12 મૃત્યુની ઘટના બની

ગાંધીનગર : ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદ અને સુરતમાં અવારનવાર ઔદ્યોગિક એકમોમાં આગની ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં જ વટવા GIDC ખાતે આગ લાગવાની ઘટના બની હતી. આ પ્રકારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા વિધાનસભામાં સવાલો કરવામાં આવ્યા હતા. ગ્યાસુદ્દીને પોતાના સવાલમાં જણાવ્યું હતું કે, અમદાવાદ અને સુરત શહેરમાં કેટલા ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાની તેમજ બ્લાસ્ટ થવાની ઘટનાઓ બની છે? આ સવાલનો જવાબ શ્રમ અને રોજગાર પ્રધાને આપ્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું કે, 28 ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાની ઘટનાઓ બની છે, જ્યારે બ્લાસ્ટ થવાની ઘટના બની નથી. આ ઉપરાંત તેમને આ સવાલને લગતી કેટલીક આંકડાકીય માહિતી આપી હતી.

આ પણ વાંચો - અમદાવાદના વટવા GIDC ફેઝ-4માં લાગી આગ, ફાયર ફાઈટરની 45 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદમાં બે વર્ષમાં આગ દુર્ઘટનામાં 12 લોકોના મોત

તારીખ 1 ફેબ્રુઆરી, 2019થી તારીખ 31 જાન્યુઆરી, 2020 સુધીમાં અમદાવાદમાં આગ દુર્ઘટનામાં 6 ઘટનાઓ બની હતી, જ્યારે 1 ફેબ્રુઆરી, 2020થી 31 જાન્યુઆરી, 2021 સુધીમાં આગના બનાવની 9 ઘટનાઓ અમદાવાદ બની હતી, જેમાં 12 લોકોના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો - સાહિબાબાદની એક ફેક્ટરીમાં ભીષણ આગ, 13 લોકો આગની ઝપેટમાં

સુરતમાં 13 વાર આગ લાગવાની ઘટના બની

સુરત શહેરમાં 1 ફેબ્રુઆરી, 2019થી લઈને 31 જાન્યુઆરી, 2021 સુધીમાં 13 વાર આગ લાગવાની ઘટનાઓ બની છે. જો કે, મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2 છે. જ્યારે 5 લોકોને ઇજા થયેલા છે.

મૃતકના વારસદાર, ઈજાગ્રસ્તોને સરકાર દ્વારા કોઈ સહાય નહીં

ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં મૃતકના વારસદારને તેમજ ઈજાગ્રસ્તોને કેટલી રકમની સહાય ઉક્ત સ્થિતિ એ ક્યારે ચૂકવવામાં આવી? આ સવાલના જવાબમાં એવું જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોઈ સહાય ચૂકવવમાં આવતી નથી. આથી પ્રશ્ન ઉપસ્થિતિ થતો નથી.

આ પણ વાંચો - અમદાવાદ : મોતની આગ, જાણો શહેરમાં બનેલી આગની મોટી દુર્ઘટનાઓ વિશે...

અમદાવાદમાં નોંધાયેલી આગ દુર્ઘટનાઓ

નવરંગપુરાની શ્રેય કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટના

  • નવરંગપુરા વિસ્તારમાં ખાતે આવેલી શ્રેય હોસ્પિટલમાં રાત્રિના 3.15 કલાકે આગ લાગી હતી.
  • જેમાં 8 કોરોના દર્દીના મૃત્યુ થયા હતા.

નંદન ડેનિમની આગ દુર્ઘટના

  • પીપળજ પીરાણા રોડ પર આવેલી ચીરીપાલ ગૃપની નંદન ડેનીમ કંપનીના શર્ટીંગ વિભાગના ભોયતળીયે અને પ્રથમ માળે આશરે 200 જેટલા કારીગરો કામ કરતા હતા.
  • શનિવારે સાંજે સાડા પાંચ પહેલા પોડક્શન વિભાગની છતમાં આગ લાગી હતી.
  • આગ જોઇને કારીગરો બુમો પાડી બહાર દોડવા લાગ્યા હતા અને પ્રથમ માળે સીડી પાસે જ આગ વધુ પ્રસરી જતાં કારીગરો બહાર નિકળી શક્યા ન હતા.
  • કંપનીના જનરલ મેનેજર જયેન્દ્ર રાજપુતે કંપનીના ફાયર વિભાગને જાણ કરતા તેમણે આગને કાબુમાં કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા પણ આગ રાત્રીના 11 વાગ્યે કાબુમાં આવી હતી.
  • જ્યારે આગ લાગી તે યુનિટમાં કોઇ કામ ન કરતા હોવાનું જણાવ્યું હતું અને આ બેદરકારી બાદ જાણવા મળ્યું હતુ કે, આ આગમાં 7 કર્મચારીઓ આગમાં જ ફસાયા હતા અને ભડથૂ થઇ ગયા હતા.

લોટ્સ લેબલ ઇન્ડસ્ટ્રીઝની આગ દુર્ઘટના

  • ઓઢવ ખાતે આવેલી લોટ્સ લેબલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી.
  • જેમાં 3 કારીગરોના મોત થયા હતા.
  • આ આગને 14 ફાયર ફાઈટર દ્વારા કાબુમાં લેવામાં આવી હતી.

ગણેશ જિનેસિસ સ્કીમના ઈ-બ્લોકની આગ દુર્ઘટના

  • ગોતા-જગતપુર રોડ પર આવેલી ગણેશ જિનેસિસ સ્કીમના ઈ-બ્લોકમાં પાંચમા માળે આગ લાગી હતી.
  • આ આગ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા હતા.

રાજ્યમાં નોંધાયેલી અન્ય આગ લાગવાની ઘટના

સુરત : સરથાણા જકાતનાકા નજીક તક્ષશિલા આર્કેડ એપાર્ટમેન્ટ બીજા માળે ભીષણ આગ લાગી હતી. જેમાં અંદાજે 10 થી 12 લોકોએ જીવ બચાવવા કૂદકો માર્યો હતો. તેમજ 12 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરાઈ છે. આગ લાગવાને કારણે 20 લોકોના મોત થયા હતા.

જામનગરઃ શહેરની જી.જી. હોસ્પિટલના ICU વિભાગમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ICU વિભાગમાં રહેલા 9 દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આગ એટલી ભીષણ હતી કે ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.