રાજ્યમાં 24 કલાકમાં નવા 1310 કેસ, 1131 ડિસ્ચાર્જ, 14 મોત, કુલ 97,745 - covid 19 letest news
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના મહામારીના કારણે રાજ્યમાં હજારો લોકોના મોત થયા છે. કોરોના વાઇરસ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. રાજ્યમાં કુલ આંકડો 90 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે 24 કલાકમાં નવા 1310 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 97,745 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. 1131 દર્દીઓને આજે ડિસર્ચાજ થયા છે. અત્યાર સુધીમાં આજે નોંધાયેલો કોરોના વાઈરસના આંકડો સૌથી વધુ સામે આવ્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના મહામારીના કારણે રાજ્યમાં હજારો લોકોના મોત થયા છે. રાજ્યમાં 24 કલાકમાં નવા 1310 કેસ નોંધાયા છે અને 14 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 174, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 145, વડોદરા કોર્પોરેશન 85, સુરત 115, રાજકોટ કોર્પોરેશન 89, જામનગર કોર્પોરેશન 97, ભાવનગર કોર્પોરેશન 37, પંચમહાલ 37, રાજકોટ 36, વડોદરા 36, અમરેલી 31, મહેસાણા 30, પાટણ 26, ભરૂચ 25, મોરબી 23, કચ્છ 20, નવસારી 20, સુરેન્દ્રનગર 20, દેવભૂમિ દ્વારકા 19, ગાંધીનગર કોર્પોરેશનમાં 19, ગાંધીનગર 18, ભાવનગર 16, દાહોદ 16, જામનગર 16, બનાસકાંઠા 15, અમદાવાદ 14, ગીર સોમનાથ 14, જૂનાગઢ કોર્પોરેશન 14, છોટાઉદેપુર 11, જૂનાગઢ 11, બોટાદ 10, મહીસાગર 10, સાબરકાંઠા 9, તાપી 9, ખેડા 8, નર્મદા 8, પોરબંદર 8, વલસાડ 7, અરવલ્લી 6, આણંદ 3, અને ડાંગમાં 3 કેસ સામે આવ્યા છે.
જ્યારે 92 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3,036 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 31,678 કેસ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. સુરત એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 174 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 115 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 279 સામે આવ્યા છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યાં છે.