ગાંધીનગર : જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર ઓછો થતો જોવા મળતો નથી તેવા સમયે આજે ગુરૂવારે શહેર અને જિલ્લામાં વધુ 12 કેસ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર શહેરમાં 5, કલોલમાં 4 અને ગાંધીનગર તાલુકામાં 3 કેસ સામે આવ્યા છે. જેમાં બેંક મેનેજર અને આરોગ્ય કમિશ્નરમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી પણ સપડાઈ છે.
ગાંધીનગર મનપા વિસ્તારમા સેક્ટર-2માં રહેતો 32 વર્ષીય યુવાન ડભોડાની દેના બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. જે સંક્રમિત થતા ત્રણ સભ્યોને ક્વોરન્ટાઇન કરાયા છે. સેક્ટર-24મા રહેતો 54 વર્ષીય આધેડ દરજી કામ કરે છે. જેના પરિવારના ચાર વ્યક્તિને ક્વોરન્ટાઇન કરાયા છે. સેક્ટર-22, આનંદવાટીકા સોસાયટીમા 49 વર્ષીય યુવાન અમદાવાદમાં ટેક્ષ કન્સલ્ટીંગનો વ્યવસાય કરે છે, જે સંક્રમિત થયો છે. સેક્ટર-7-બીમા રહેતાં 52 વર્ષીય આધેડ અમદાવાદ રતનપોળમાં એલઆઇસી ઓફિસમાં નોકરી કરે છે. જેના પરિવારની છ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરાઈ છે. સેક્ટર-22, આનંદવાટીકા સોસાયટીમા 47 વર્ષીય યુવાન ખાનગી કન્સલ્ટીંગનો બિઝનેશ કરે છે. જે પોઝિટિવ આવતાં પરિવારની બે વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાઈ છે.
કલોલમાં 4 કેસ સામે આવ્યાં છે, જેમાં રહિમપુરામા રહેતી 55 વર્ષીય મહિલા, ભગવતીનગરમા 31 વર્ષીય મહિલા, આનંદપુરામા રહેતી 20 વર્ષીય યુવતી અને ઉસ્માનાબાદમા રહેતો 28 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. ગાંધીનગર તાલુકામા પણ 3 કેસ સામે આવ્યાં છે. જેમા દશેલા ગામનાં 64 વર્ષીય વૃદ્ધ આલમપુર શાકમાર્કેટ શાકભાજી વેચવા જતા હતા. સરગાસણમા રહેતાં 54 વર્ષીય મહિલા જુના સચિવાલયમાં આવેલી આરોગ્ય કમિશ્નરની કચેરીમાં નોકરી કરે છે. કોટેશ્વરમા રહેતી 48 વર્ષીય મહિલા સામાજિક પ્રસંગે બહાર ગયા હતા, જે પોઝિટિવ આવ્યાં છે.