ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત જોવા મળી રહ્યો છે. તેની સાથે લોકડાઉનનો પિરિયડ પણ પૂરો થવા આવ્યો છે. તેવા સમયે ગઈકાલે ગુરૂવારે એક જ દિવસમાં 95 કેસ સામે આવ્યા હતા, ત્યારે આજે બીજા દિવસે 116 કેસ સામે આવ્યા છે. જેને લઇને આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે, આ આંકડા આવવાની શક્યતા પૂરેપૂરી જોવા મળતી હતી. જે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે, ત્યાંથી આંકડા સામે આવી રહ્યા છે. આજે 116 કેસ સામે આવ્યા છે, તેમાં 99 લોકો તબલીગી જમાતના સંપર્કમાં આવવાના કારણે પોઝિટિવ આવ્યા છે.
ટેસ્ટિંગના આંકડા પ્રમાણે 24 કલાકમાં 16 હજાર ટેસ્ટ થયા છે. જેમાંથી 1520 ગુજરાતના ટેસ્ટ છે. આપણી વસ્તીને પ્રમાણે ટેસ્ટિંગનું પ્રમાણ વધારે છે. 900 ટેસ્ટ કર્યા તેમાથી 70 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને પીપીઇ કીટ 26550 તથા 32 લાખ કરતા વધારે માસ્ક છે. 2 લાખ કરતા વધારે પીપીઇ કીટ ઓર્ડર પણ આવ્યા છે. સરકાર દ્વારા કહેવામાં આવી આવી રહ્યું છે કે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ રાજ્યમાં મોતનો આંકડો પણ ધીરે-ધીરે વધી રહ્યો છે, તેની સાથે તો વધી જ રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિને થાડે કેવી રીતે પાડવી તેનું ઠેકાણું પાડવામાં આવતું નથી.